Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહ 19 ફેબ્રુઆરીથી કોલ્હાપુરની બે દિવસીય મુલાકાતે,સમારોહમાં લેશે ભાગ

Social Share

મુંબઈ:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 19 ફેબ્રુઆરીથી કોલ્હાપુરની બે દિવસીય મુલાકાતે જશે અને શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.અમિત શાહ દેવીના દર્શન કરવા શ્રી મહાલક્ષ્મી મંદિર પણ જશે.આ પછી, ન્યુ એજ્યુકેશન સોસાયટીના શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભાગ લેશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી ભારતીય જનતા પાર્ટી (BJP) ના જિલ્લા એકમના સંમેલનને પણ સંબોધિત કરશે અને નગલા પાર્ક વિસ્તારમાં ભાજપ જિલ્લા કાર્યાલય બિલ્ડિંગ અને મંદિરના નિર્માણનું ઉદ્ઘાટન કરશે.મહારાષ્ટ્રના ઉચ્ચ શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલ શાહની મુલાકાતની તૈયારી માટે પહોંચશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે બે ચૂંટણી રેલીઓને સંબોધવા ત્રિપુરા પહોંચ્યા હતા.જયારે 9 ફેબ્રુઆરી એટલે કે આજરોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રને વ્યસન મુક્તિ સુવિધાઓ (ATFs) સમર્પિત કરવા માટે નશા મુક્ત ભારત અભિયાનનું આયોજન કરશે.

 

Exit mobile version