Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહ 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક કરશે,નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે

Social Share

દિલ્હી:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રવિવારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે.અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી.દિવસભર યોજાનાર આ ફિઝીકલ બેઠક માટે છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને કેરળના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે,બેઠકમાં ગૃહમંત્રી 10 નક્સલ પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષાની સ્થિતિ અને મુખ્યમંત્રીઓ સાથે માઓવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરશે. ગૃહમંત્રી શાહ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં રસ્તાઓ, પુલો, શાળાઓ, આરોગ્ય કેન્દ્રોના નિર્માણ જેવા ચાલુ વિકાસ કાર્યોની સમીક્ષા કરે તેવી શક્યતા છે. ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં માઓવાદી હિંસામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હવે લગભગ 45 જિલ્લાઓમાં આ સમસ્યા પ્રવર્તે છે.

સમય આવી ગયો છે કે રાજ્યોમાં નક્સલવાદનો સામનો કરવા માટે કેન્દ્રની રાષ્ટ્રીય યોજનાઓ અને સંકલ્પને ચોક્કસ આકાર આપવામાં આવે. આ મુદ્દે બેઠકમાં ચર્ચા થશે. 2015 માં કેન્દ્રએ ઠરાવ નક્કી કર્યો હતો. આને આગળ ધપાવતા, સુરક્ષા સંબંધિત મુદ્દાઓ, વિકાસના કામોમાં ઝડપ લાવવી અને સ્થાનિક રહેવાસીઓના અધિકારોનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ રહેશે.

 

Exit mobile version