Site icon Revoi.in

મણિપુર આતંકવાદી જૂથ અને સરકાર વચ્ચે શાંતિ કરાર પર સહમતી – ગૃહમંત્રી શાહે ગણાવી ઐતિહાસિક સિદ્ધિ

Social Share
ઈમ્ફાલ –    મે મહિનાની શરૂઆતથી જ મણિપુર રાજ્યમાં હિંસાનો દોર શરૂ થયો હતો માટે અને કુકઈ સમુદાઈ વચ્ચે શરૂ થયેલી હિંસામાં 180 થી વધુ લોકો એ અત્યાર સુધી જીવ ગુમાવ્યા જો કે આટલા મહિના બાદ હવે અહી શાંતિ સ્થાપી છે .
પ્રાપ્ત માહિતી પ્રમાણે મણિપુરમાં કાર્યરત આતંકવાદી જૂથ યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ એ બુધવારે સરકાર સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા અને હિંસા છોડવા સંમત થયા. UNLF એ મણિપુરની ઇમ્ફાલ ખીણમાં કાર્યરત સૌથી જૂનું સશસ્ત્ર જૂથ છે.

આ બાબત ને ગૃહ મંત્રી અમિત શાહે તેને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે. અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું “નવી દિલ્હીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.”

અમિત શાહે કહ્યું, “મણિપુરની ખીણમાં કાર્યરત સૌથી જૂનું સશસ્ત્ર જૂથ UNLF, હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સંમત થયું છે. હું તેમને લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં આવકારું છું અને તેમના માર્ગ પર તેમની સફર માટે શુભેચ્છા પાઠવું છું. શાંતિ અને પ્રગતિ.” છું.” અમિત શાહે કહ્યું કે ભારત સરકાર અને મણિપુર સરકાર દ્વારા UNLF સાથે થયેલ શાંતિ કરાર છ દાયકા લાંબા સશસ્ત્ર સંઘર્ષનો અંત દર્શાવે છે.
વધુ માં ગૃહ મંત્રી શાહે કહ્યું કે  “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વસમાવેશક વિકાસના વિઝનને સાકાર કરવા અને ઉત્તર-પૂર્વ ભારતમાં યુવાનોને વધુ સારું ભવિષ્ય પ્રદાન કરવાની દિશામાં આ એક ઐતિહાસિક સિદ્ધિ છે.”