Site icon Revoi.in

ગૃહમંત્રી શાહ એ આસામમાં પુરની સ્થિતિથી પર રાજ્યના CM હિમંત બિસ્વા સાથે કરી વાત , દરેક સંભવિત મદદનું આપ્યું આશ્વાસન

Social Share

દિસપુરઃ- છેલ્લા ઘણા દિવસથી આસામના 20થી વધુ જીલ્લાઓ પુરથી પ્રભાવિત થયા છે અનેક લોકો ઘરથી બેઘર થયા છે ત્યારે આસામમાં પુરની સ્થિતિને લઈને ગૃહમંત્રી અમિત શાહે પણ ચિંતા જતાવી હતી અને રાજ્યના સીએમ હિમંત બિસ્વા સાથે વાતચીત કરી હતી તથા સંભવિત તમામ મદદનું આશ્વાસન પણ આપ્યું હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે આસામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરની સ્થિતિ કળળી રહી છે જનજીવન પર માઠી અસર પડી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા સાથે વાત કરી છે અને તેમને રાજ્યમાં પૂરની સ્થિતિનો સામનો કરવા માટે તમામ શક્ય કેન્દ્રીય મદદની ખાતરી આપતા કહ્યું કે મોદી સરકાર આ મુશ્કેલ સમયમાં હંમેશા આસામના લોકોની સાથે મજબૂતીથી ઉભી રહી છે.

ઉલ્લેખનીય છે કે  રાજ્યના વિવિધ ભાગોમાં આ વર્ષના પૂરના પ્રથમ તબક્કામાં જ અત્યાર સુધીમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. માહિતી પ્રમાણે બક્સા, બરપેટા, દરરંગ, ધુબરી, ગોલપારા, કામરૂપ, લખીમપુર, નલબારી અને ઉદલગુરી જિલ્લામાં 4,07,700 થી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે.

આ સાથે જ અમિત શાહે કહ્યું કે ભારે વરસાદને કારણે આસામના કેટલાક ભાગોમાં લોકો પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને મેં મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. એનડીઆરએફની ટીમો પહેલાથી જ જમીન પર રાહત અને બચાવ કામગીરી હાથ ધરે છે અને પર્યાપ્ત દળો તૈયાર છે.”

ઉલ્લેખનીય છે કે આસામમાં પૂરની સ્થિતિ આજરોજ  વધુ ખરાબ બની છે જેમાં નવ જિલ્લાઓમાં ચાર લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા, જોકે પાણીનું સ્તર ઘટવાનું શરૂ થયું છે એવી પણ માહિતી મળી રહી છે.ત્યાર ગૃહમંત્રી શાહે પણ મદદનું આશ્વાસન આપ્યું છે.