Site icon Revoi.in

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદમાં ગૃહમંત્રી શાહ કરશે હસ્તક્ષેપ – વિપક્ષી દળોએ સર્વપક્ષીય બેઠકની પણ માંગ કરી

Social Share

દિલ્હીઃ- મહારાષ્ટ્ર અને કર્ણાટક સીમા વિવાદ પર બન્ને રાજ્યના સીએમે ફોન પર શાંતિ જાળવવાની સહમતિ બાદ પણ આ મુદ્દો ઠાળે પડ્યો નથી,હાલ પણ આ વિવાદ વકરતો જઈ રહ્યો છે ત્યારે હવે  મહારાષ્ટ્ર સરકારે બુધવારે કર્ણાટક સાથેના સરહદ વિવાદને કારણે ઊભી થયેલી વર્તમાન પરિસ્થિતિને ઉકેલવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તક્ષેપની માંગ કરી હતી.

મહારાષ્તેટ્ર સરકારની માંગ બાદ  વિપક્ષી દળોએ આ મુદ્દે સર્વપક્ષીય બેઠકની માંગ કરી હતી અને સરહદ મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું.આ સામહારાષ્ટ્રના નાયબ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાત કરી અને તેમને છેલ્લા એક સપ્તાહમાં કર્ણાટક સાથેના સરહદ વિવાદ સંબંધિત વિકાસ વિશે માહિતી આપી. ફડણવીસના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, શાહે દાયકાઓ જૂના સરહદ વિવાદ પર મહારાષ્ટ્રના વલણ પર નાયબ મુખ્ય મંત્રીના અભિપ્રાયને ધીરજપૂર્વક સાંભળ્યા છે .

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં વધી રહેલા સીમા વિવાદને કારણે બંને રાજ્યોના સરહદી વિસ્તારોમાં તણાવ ઉભો થયો છે. ફડણવીસે મંગળવારે શાહને કર્ણાટકના મુખ્ય મંત્રી  બસવરાજ બોમેમઈ સાથેની તેમની ટેલિફોનિક વાતચીત વિશે પણ માહિતી આપી હતી.તેમણે મહારાષ્ટ્ર થી કર્ણાટક જતા વાહનોની જે તોડફોડ કરી તે ઘટનાને પણ વખોળી હતી.તેમણે કર્ણટાકના સીએમ સાથએ આ મામલે વાત કરવા પણ ગૃહમંત્રીને વિનંતી કરી છે.