Site icon Revoi.in

સેંગોલ વિવાદને મામલે ગૃહમંત્રી શાહે કોંગ્રેસને ઘેરી, કહ્યું ‘કોંગ્રેસને ભારતીય પરંપરાથી શા માટે છે નફરત’

Social Share

દિલ્હીઃ- હાલ દેશમાં નવી સસંદ ભવનનો ઉધ્ટાનનો મુદ્દો જોરશોરમાં ગરમાયો છએ વિરોધ પક્ષ દ્રારા સતત વિરોધ અને બહિષ્કારની વાતો વચ્ચે 28 મે ના રોજ દેશની નવી સંસદનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદનો શિલાન્યાસ કરવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ‘સેંગોલ’ની ચર્ચા પણ તેજ બની રહી છે.

સેંગોલ મામલે કોંગ્રેસે ઘણો વિવાદ સર્જ્યો છે ત્યારે હવે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  સેંગોલ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છએ અને કોંગ્રેસ પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસ પાર્ટી ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિને કેમ નફરત કરે છે?

ઉલ્લેખનીય છે કે આ પહેલા  કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે સેંગોલ સત્તાના હસ્તાંતરણનું પ્રતીક છે તેના કોઈ પુરાવા નથી,ત્યારે હવે આ બાબતે કોંગ્રેસને અમિત શાહે ઘેરી છે.કોંગ્રેસના નેતાનું કહેવું છે કે સેંગોલ એ દર્શાવવા માટે કોઈ દસ્તાવેજી પુરાવા નથી કે લોર્ડ માઉન્ટબેટન, સી રાજગોપાલાચારી અને પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા ભારતમાં અંગ્રેજો દ્વારા સત્તાના હસ્તાંતરણનું પ્રતીક સેંગોલ છે.

જયરામ રમેશે કહ્યું કે નવા સંસદ ભવનને વ્હોટ્સએપ યુનિવર્સિટીની નકલી સલાહથી સુશોભિત કરવામાં આવી રહ્યું છે તેમાં કોઈ આશ્ચર્ય ન હોવું જોઈએ. ભાજપ-આરએસએસ ઈતિહાસને વિકૃત કરવાનું કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજદંડની કલ્પના તત્કાલીન મદ્રાસમાં ધાર્મિક સ્થાપના દ્વારા કરવામાં આવી હતી. તે મદ્રાસ શહેરમાં તૈયાર કરવામાં આવ્યું હતું અને 1945માં જવાહરલાલ નેહરુને આપવામાં આવ્યું હતું.આટલું જ નહી કોંગદ્રેસે બીજેપી પર એમ પણ આરોપ લગાવ્યો છે કે બીજેપી સરકાર તમિલનાડુમાં રાજકીય લાભ લેવા માટે સેંગોલનો ઉપયોગ કરી રહી છે.