Site icon Revoi.in

ગૃહમંત્રી શાહની અરુણાચલ પ્રદેશની મુલાકાતથી ચીનના પેટમાં પડી ફાડ, હવે શાંતિ બનાવાની વાત કરવા લાગ્યું ચીન

Social Share

દિલ્હીઃ- દેશના ગૃહમંત્રી અમિતાશાહ બે દિવસની ચીનને અડીને આવેલા ક્ષેત્ર અરુણાચલ પ્રદેશની મુલાકાતે છે ત્યારે હવે ચીન આ વાતથી ગભરાયું છે ,અમિતશાહની મુલાકાતથી ચીનના પેટમાં ફાડ પડી છએ અને હવે તેઓ ભારત સાથે શાંતિ બનાવાની વાત કરવા લાગ્યું છે.

જાણકારી પ્રમાણે અરૂણાચલ પ્રદેશના કિબિથુમાં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે ચીનને કડક સંદેશ આપ્યો હતો.  જાહેર સભાને સંબોધતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત તેની જમીન પર એક ઇંચ પણ અતિક્રમણ થવા દેશે નહીં. ગૃહમંત્રીની અરુણાચલની મુલાકાત પર નારાજગી વ્યક્ત કરતા ચીને તેને તે ક્ષેત્ર પર ચીનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન અને શાંતિ માટે ખતરનાક ગણાવ્યું છે.

અમિત શાહે સોમવારે અહીં કહ્યું હતું કે તે યુગ ગયો જ્યારે કોઈ પણ ભારતની સરહદની જમીન પર અતિક્રમણ કરી શકે છે અને હવે કોઈ તેની પ્રાદેશિક અખંડિતતા પર ખરાબ નજર નાખવાની હિંમત કરી શકશે નહીં. તેમણે કહ્યું કે સેના અને ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ની બહાદુરીએ એ સુનિશ્ચિત કર્યું છે કે કોઈ પણ વ્યક્તિ ભારતની એક ઈંચ પણ જમીન પર અતિક્રમણ ન કરી શકે.

તે જ સમયે, ચીને અમિત શાહની અરુણાચલની મુલાકાતની ટીકા કરી અને કહ્યું કે તેણે તે વિસ્તાર પર ચીનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કર્યું છે. આના થોડા દિવસો પહેલા ભારતે સરહદી રાજ્યમાં કેટલીક જગ્યાઓના નામ બદલવાના ચીનના પગલાની ટીકા કરી હતી.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને એક પ્રશ્નના જવાબમાં આ પ્રતિક્રિયા આપી છે. વાંગે આ સવાલના જવાબમાં કહ્યું છે કે ‘જાંગનાન ચીનનો હિસ્સો છે.’ વાંગે ચર્ચા દરમિયાન કહ્યું છે કે ભારતના ગૃહમંત્રીએ ચીનના ભાગ ઝાંગનાનની મુલાકાત લઈને ચીનની પ્રાદેશિક સંપ્રભુતાનું ઉલ્લંઘન કર્યું છે. વાંગે ચેતવણીના સૂરમાં કહ્યું કે આ સમયગાળો સરહદ પર શાંતિ માટે અનુકૂળ નથી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તવાંગ સેક્ટરમાં ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે સામસામે આવી ગયાની ઘટના બની હતી. જે બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ તંગ બની ગયા હતા. જ્યારે તાજેતરમાં ચીને અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ બદલી નાખ્યા હતા. આ પહેલા પણ ચીને આવું કૃત્ય કર્યું છે. ત્યારે અમિતશાહની આ મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે.