Site icon Revoi.in

જ્યાં પણ કોરોનાના નિયમોનું પાલન નથી થતું તેવા રાજ્યો-કેન્દ્ર સાશિત પ્રદેશોને લોકડાઉન લાગુ કરવાનો ગૃહમંત્રાલયનો આદેશ

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઓછી થી રહી છે, જો કે લોકો હજી પણ કોરોનાના નિયમોનો ભંગ કરી રહ્યા છએ જેને લઈને કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વર્તાઈ રહ્યું છે,કેસો ઓછા થતાની સાથે જ લોકોના ટોળા બજારો અને પર્યટક સ્થળોએ ઉમટી રહ્યા છે. માસ્ક અને સામાજિક અંતર જેવા નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

આ સાથે જ  કેન્દ્ર સરકાર અને વડા પ્રધાને કરેલી અપીલ બાદ પણ ખાસ સુધારો થયો નથી. આવી સ્થિતિમાં હવે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એવી જગ્યાઓ પર ફરીથી પ્રતિબંધ લાદવા કહ્યું છે કે જ્યાં કોરોના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી. ગૃહ સચિવ અજય ભલ્લાએ લખેલા પત્રમાં હિલ સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મુખ્ય સચિવોના માને લખવામાં આવેલા પત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે સક્રિય કેસોમાં ઘટાડો થતાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ધીમે ધીમે પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરી આપી છે. જેમ કે જૂન 19 ના હુકમમાં પણ જણાવ્યું છે તેમ પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે કે પ્રતિબંધોમાં રાહત આપવામાં સતર્કતા સાવધાની રાખવી.

આ પ્તર્માં વધુ કહેવામાં આવ્યું છે કે,દેશના ઘણા ભાગોમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ખાસ કરીને જાહેર પરિવહન અને પર્વતીય વિસ્તારોમાં આ જોવા મળે છે. બજારોમાં પણ ભીડ વધી રહી છે અને સામાજિક અંતર જેવા નિયમોની અવગણના કરવામાં આવી રહી છે.

આ સમગ્ર  સ્થિતિ વચ્ચે, કેટલાક રાજ્યોમાં આર ફેક્ટરમાં વધારો ચિંતાનું કારણ છે તમે જાણો છો કે 1.0 કરતા વધારે આર પરિબળ કોરોના ફેલાવા સૂચવે છે. તેથી તે મહત્વનું છે કે ભીડવાળી જગ્યાઓ જેવી કે દુકાનો, મોલ્સ, બજારો, બજાર સંકુલ, સાપ્તાહિક બજારો, રેસ્ટોરાન્ટ, બાર, મંડીઝ, બસ સ્ટેશન, રેલ્વે પ્લેટફોર્મ, ઉદ્યાનો, જીમ, મેરેજ હોલ, સ્પોર્ટ્સ સંકુલ વગેરે સ્થળોઓ કોરોનાના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવુંવ જોઈએ.