Site icon Revoi.in

ગુજરાતમાં 2000થી વધુ દીપડાનો વસવાટ, બે વર્ષમાં 370 દીપડાં મોતને ભેટ્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વન વિભાગ દ્વારા દીપડાંની5 વસતી ગણતરી કરવામાં આવી રહી હતી. તે પૂર્ણ થતાં હવે સરકાર દ્વારા દીપડાની વસતીના સત્તાવાર આંકડાં જાહેર કરવામાં આવશે. જોકે બીન સત્તવાર સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાં દિપડાની વસ્તીમાં છેલ્લા છ વર્ષમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે અને સંખ્યા 2000 થી અધિક હોવાનો પ્રાથમિક અંદાજ મુકવામાં આવ્યો છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં દીપડાંની વસતી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 40 ટકા દિપડા માનવ વસાહતની આસપાસ જ જોવા મળ્યા હતા. તેના કારણે દીપડાંની વસતી વધારાને લીધે માનવ પ્રાણી વચ્ચે ઘર્ષણનાં બનાવો વધવાનું જોખમ વધી ગયુ છે. 2016 ની વસ્તી ગણતરી વખતે દિપડાની સંખ્યામાં પાંચ વર્ષમાં 20 ટકાનો વધારો નોંધાયો હતો. સમગ્ર દેશમાં દિપડાની સંખ્યા 12852 અંદાજવામાં આવી રહી છે જે 2014 માં 7910 હતી.

વન વિભાગનાં એક સિનિયર અધિકારીના કહેવા મુજબ  સૌથી વધુ દિપડા સૌરાષ્ટ્રમાં છે. છતા રાજયનાં તમામ જિલ્લામાં જોવા મળે છે. 2016માં દીપડાંની 1395ની વસતી હતી તેમાંથી 450 જુનાગઢ તથા ગીર સોમનાથમાં હતા તે હવે, વધીને 750 થયા હોવાનો અંદાજ છે. ગીર ક્ષેત્રમાં દીપડાની સંખ્યા વધુ છે.ગીરમાં સાવજોને કારણે દીપડા વધુ છે. કારણ કે સાવજો શિકાર કરીને ખોરાક મુકી દે છે, તે તૈયાર ભાણુ દીપડાને મળી જાય છે. આ ઉપરાંત દીપડાઓને ગીર જંગલમાં આસાનીથી શિકાર મળી જાય છે. રાજ્યમાં કુલ વસતીનાં 25 ટકા દિપડા દક્ષિણ ગુજરાતમાં છે.આ ક્ષેત્રમાં શેરડીનાં વાડા હોવાથી દીપડાને રહેવામાં સાનાકુળ છે. ગુજરાતમાં કૂદરતી કે અકૂરતી રીતે છેલ્લા બે વર્ષમાં 370 દિપડાના મોત નીપજયા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દીપડાઓ અંદાજિત ગણતરીના 25 ટકા હિસ્સો ધરાવે છે. કારણ કે તેમાં શેરડીના મોટા ખેતરો છે, જે ખોરાક અને આશ્રય માટે ખુલ્લા છે. રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલા ડેટા અનુસાર રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 370 દીપડાના મૃત્યુ થયા હતા. રાજ્ય સરકારે દીપડાની વસતી ગણતરી બાદ હજુ સત્તવારરીતે વસતીના આંકડા જાહેર કર્યા નથી પણ દીપડાની વસતી 2000ને વટાવી ગઈ હોવાનું કહેવાય છે.