Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાંથી આતંકીઓને સહાય કરનાર 3 ની ઘરકપડ – હથિયારો પણ જપ્ત કરાયા

Social Share

 

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર આતંકીઓ શાંતિ ભંગ કરવાનો સતત પ્રયત્ન કરતા રહે છે, જો કે સેના દ્વારા આતંકીઓના નાપાક ઈરાદો પર ગાઢ નજર રાખીને તેને નિષ્ફળ બનાવવામાં આવે છે ત્યારે હાલ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને મદદ કરનારને શોઘી કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી જેમાં 3 આતંકીઓના મદદગારની ઘરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે કાશ્મીરના બાંદીપોરામાં કાર્યવાહી કરીને સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદી સહાયકોની ધરપકડ કરી છે. આ સાથે જ તેઓની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે ગણતંત્ર દિવસને થોડા જ દિવસોની વાર છે ત્યારે સુરક્ષા દળો ખૂબ જ સતર્ક છે અને ઘણી જગ્યાએ કાર્યવાહી કરી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે ચોક્કસ માહિતીના આધારે સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન ત્રણ આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી.

પકડાયેલ આતંકીના સહાયકો પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે.આ ત્રણેયની ઓળખ મોહમ્મદ, ઇર્શાદ હુસૈન, આશિક હુસૈન તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા.

આ ત્રણેય પકડાયેલા મદદગાર પર પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરવાનો પણ આરોપ લાગ્યો છે.આ સાથે જ તેઓ વિદેશી આતંકવાદીઓને મોબાઈલ ફોન અને સિમ કાર્ડ જેવી સામગ્રી પણ પુરી પાડતા હતા છે. તો બીજી તરફ બાંદીપોરા જિલ્લાના જ બાગ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા 10 કિલોનો IED મળી આવ્યો છે.