Site icon Revoi.in

સમલૈંગિક સંબંધ અને વ્યભિચાર ગુનો નથી, સરકારે સંસદીય સમિતિઓની ભલામણી ના સ્વિકારી

Social Share

નવી દિલ્હીઃ સમલૈંગિક અથવા અકુદરતી સેક્સ અને વ્યભિચાર ગુના નથી. સરકારે સંશોધિત ભારતીય ન્યાયિક સંહિતા બિલમાં સંસદીય સમિતિની ભલામણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ મહત્વ આપ્યું છે. સરકારે સંસદીય સમિતિની ભલામણોને અવગણીને લોકસભામાં રજૂ કરાયેલા ભારતીય ન્યાય (સેકન્ડ) કોડ બિલ, 2023માંથી IPCની કલમ 377 અને કલમ 497ને બાકાત કરી છે. કલમ 377 કુદરતી રિવાજો વિરુદ્ધ અકુદરતી સેક્સ સાથે સંબંધિત છે, જ્યારે કલમ 497 વ્યભિચાર સાથે સંબંધિત છે. આ બંને કલમો પહેલા જ સુપ્રીમ કોર્ટ ફગાવી ચૂકી છે.

સર્વોચ્ચ અદાલતે 2018 માં વ્યભિચારને અપરાધમુક્ત જાહેર કર્યો હતો, જોકે તે છૂટાછેડા માટેનો એક આધાર છે. સુપ્રીમ કોર્ટે તે જ વર્ષે સમલૈંગિક યુગલો વચ્ચે સહમતિથી સંબંધને પણ અપરાધમુક્ત જાહેર કર્યું હતું. જો કે, BNS બિલ મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ સાથે સંકળાયેલી જોગવાઈઓમાં નવી કલમ 73 ઉમેરે છે. તેનો હેતુ ખાસ કરીને બળાત્કાર અને જાતીય અપરાધોનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ અથવા માહિતીને સાર્વજનિક થવાથી સુરક્ષિત કરવાનો છે. કલમ 73ની જોગવાઈ અનુસાર, ‘જે કોઈ, આવી અદાલતની અગાઉની પરવાનગી વિના, કલમ 72 માં ઉલ્લેખિત કોઈપણ ગુનાના સંદર્ભમાં કોઈપણ કોર્ટ સમક્ષ કોઈપણ કાર્યવાહીથી સંબંધિત કોઈપણ બાબત છાપે અથવા પ્રકાશિત કરે, તો તેને બે વર્ષ સજા થશે અને દંડ પણ ભરવો પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાઓ સાથે દુષ્કર્મ અને છેડતી સહિતના ગંભીર બનાવોને અટકાવવા માટે પગલા લેવામાં આવ્યાં છે, તેમજ મહિલાઓ સામેના કેસ કોર્ટમાં ઝડપી ચાલે અને પીડિતાને સરળતાથી ન્યાય મળી રહે તેવી કામગીરી કરવામાં આવી છે.