Site icon Revoi.in

તહેવારોની સિઝનમાં જ ખોરવાયુ ગૃહિણીઓનું બજેટ – શાકભાજીના ભાવમાં વધારો

Social Share

અમદાવાદઃ- હાલ દેશભરમાં તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ માર્કેટમાં લોકોની ખરીદી માટે ભીડ જામી રહી છે તો બીજી તરફ રોજેરોજ વપરાતી ચીજ વસ્તુઓના ભાવ આસમાનને આંબી રહ્યા છે,જેમાં ખાસકરીને શાકભાજીના ભઆવ સાતમા આસમાને આવી ચઢ્યા છે, જેને લઈને ગૃહિણીઓના ખીસ્સા પર ભાર પડ્યો છે અર્થાડ ગૃહિણીઓનું બજેટ ખોરવાળું છે.દિવાળી જેવા તહેવારોમાં દરેક પ્રકારના શાકભાજીના ભાવો વધી રહ્યા છે

સમગ્ર રાજ્યમાં શઆકભાજીના ભાવ વધ્યા છે જેને લઈને લોકો બુમાબૂમ કરતા જોવા મળી રહ્યા છે. લોકો અવનવી કોમેન્ટ કરી રહ્યા છે કે શાકભાજી કરતા હવે ડ્રાયફ્રૂટના શાક સસ્તા પડશે, ઉલ્લેખનીય છે કે જે શાકભાજી એક મહિના પહેલા જ ૧૦ થી ૩૦ રૃપિયાના ભાવે માર્કેટમાં વેંચાતા હતા જે હવે ચાર ગણા ભાવે વેચાઈ રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં  વરસાદની સિઝન મોડી પડી હતી, ચોમાસાએ વિદાય લેતા વેળા ખૂબજ વરસાદ વરસાવ્યો હતો તેની અસર પાક પર પડેલી જોઈ શકાય છે, જેના કારણે પણ શાકભાજીના ભાવ વધ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે,આ સાથે જ વચ્ચમાં રાજ્યમાં ભારે વાવાઝોડાના કારણે પણ શાકભાજીના પાકને મોટૂ નુકશાન થયેલું હતું જેથી પણ ભાવ વધારો થયો હોય તેમ કહી શકાય.

રાજ્યભરમાં તહેવારોના આણે જ ભાજીના ભાવમાં ૭૦થી ૮૦ ટકાનો ભાવ વધારો જોવા થયો છે. ૨૦ દિવસ પહેલા જ 20 થી ૩0 રૃપિયે કિલો વહેચાતા મરચાનો ભાવ 60 થી 80 રુપિયે કિલો થઈ ગયો છે. માર્કેટીંગ યાર્ડમાં આવક તો થઈ રહી છે. પરંતુ માંગ વધવાથી તરત જ શાકભાજીનો નિકાલ થી જાય છે.અગાઉના ૨૦ દિવસ પહેલાની સરખામણીએ તાજેતરમાં ૩૦-૪૦ ટકા માલની ઘટ જોવા મળી રહી છે. જેથી માલ ઘટતા ભાવ ઊંચા જઈ રહ્યા છે, જેમાં ખાસકરીને મચરા, ગવારસિંગ, સરગવાની સિંગ,ટિંડોડા, ટમેટા, ભીંડો, પાલક, મેથી, કોથમરીના ભાવ વધુ છે.

જો ભાવની વાત કરવામાં આવે તો રોજેરોજ વપરાતા અને જેના વગર દરેક શાક અઘુરુ રહી જાય તેવી ડુંગળીના ભાવ હાલ 40 થૂ 50 રુપિયે કિલો જોવા મળે છે, એજ રીતે ટામેટા કે જે દરેક શાકમાં ભળી જાય છે તેની કિંમત પણ  80 થી 90- રુપિયે કિલો સુધી પહોંચી છે, શાકભાજી મોંધુ થતા જ લોકો દાળ કઠોળનો ઉપયોગ કરવા લાગ્ય છે જો કે દાળ કઠોળ પણ હવે સસ્તા રહ્યા નથી, મગ,ચણા વગેરેના ભાવ પમ કિલોએ 80 ઉપર પહોંચ્યા છે.

રોજબરોજ શાકમાં ઉપયગોમાં લેવાતી અને ચટણીમાં ખવાતી કોથમીર કે જેને લીલા ધાણા કહીએ છે જેના ભઆવ હાલ ૨૦૦ કિલોએ આવી પહોચ્યા છે, મેથી નો ભાવ 250 રુપિયે કિલો, લીંબુ ૧૦૦ના કિલો દૂધી 6૦ કિલો, રીંગણા 70ના રિલો, ગુવાર 80ની કિલોએ વહેચાઈ રહી છે.જો કે એક રાહતની વાચત છે કે બટાકા થોડા સસ્તા જોવા મળે છે જે 25 થી 30 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે.ત્યારે હવે જો પાકની આવકમાં વધારો થાય તો જ ભાવ ઘટે તેવી શક્યતાઓ છે.

Exit mobile version