Site icon Revoi.in

ગૃહિણીઓનું ખોરવાયું બજેટ – ટામેટા બાદ હવે આદુ,મરચા અને અન્ય શાકભાજીના ભાવમાં ઉછાળો

Social Share

દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટામેટાના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે ત્યારે હવે ટામેટાના ભાવને લઈને સૌ કોઈ પરેશાન છે ગૃહિણીઓ દરરોજ ઉપયોગમાં લેતા ટામેટા મોંધા થતા ભોજનનો ડાણે સ્વાદ ફિકો પડ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં ગરિબોની કસ્તુરી ગણાતી ડુંગળી અને બટાકાન ભાવ વધવાની ઘારણાઓ સેવાઈ રહી છે.

 ચોમાસાની ઋતુમાં લીલા શાકભાજી અને ફળોના ભાવમાં વધારો થતો હોય છે, પરંતુ આ વખતે ભાવ અગાઉના વર્ષોની સરખામણીએ બમણા વધતા જોવા મળ્યા છે. શાકભાજીના ભાવ રોકેટની ઝડપે ચાલી રહ્યા છે. ટામેટાના ભાવ 150 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. સાથે જ મરચાના ભાવે પણ લોકોને રડાવી દીધા છે.
જો આદુ-લીલા મરચાી વાત કરીએ તો  ભાવ 400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. રાજધાનીમાં લીલા મરચાની કિંમત 100 રૂપિયા છે, જ્યારે કોલકાતામાં તેની કિંમત 350-400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. સાથે જ આદુ પણ 350 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.
જો વધતા ભાવ વચ્ચે એમ પણ જણાવાયું છે કે આ ભાવ ટાઈમ ચલાઉ વધ્યા છે જો કે હાલ તો ગૃહિણીઓનું બજેટ તદ્દન ખોરવાયું છે.ત્યારે  આગામી 15 થી 30 દિવસમાં ભાવ ઘટવાની પણ ઘારણાઓ સેવાઈ છે. જ્યારે આ વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે ભાવ ટૂંક સમયમાં ઘટે તેવી શક્યતા જોવા મળી રહી નથી. આગામી દિવસોમાં બટાટા અને ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચી શકે છે.