Site icon Revoi.in

માતા-પિતાનું વર્તન બાળક સામે કેવું હોઈ જોઈએ જાણીલો ,નહી તો બાળક પર નકારાત્મક અસર પડી શકે છે

Social Share

ઘણી વખત માતા પિતા ભૂલી જતા હોઈ છે કે તે પોતે એક કપલમાંથી હવે પેરેન્ટસ બની ચૂક્યા છે, ખાસ કરીને ઓફીસ કે પાડોશી કે પછી સગા સંબંધીઓની વાતો તેઓ પોતાના બાળક સામે કરવા લાગે છે પરિણામે નાનપણથી બાળક પણ આ બધી આદતો શીખઈ જાય છે જેથી એક પેરેન્ટસ કરીતે તમારી જવાબદારી બને છે કે તમે બાળક સામે સારો વ્યવહાર અને વર્તન કરો તો તમારું બાળક પણ તમારા પાસે સારુ શીખશે.

જો તમે ઈચ્છો છો કે તમારું બાળક સંસ્કારી બને અને અવગુણોથી દૂર રહે તો સૌ પ્રથમ તમારે આ માટેની તૈયારી કરવાની છે,માતા પિતા બન્યા બાદ તમારે તમારા સ્વભાવ અને વર્તનમાં સહજતા અને સરળતા તથા નર્માશ લાવવી જોઈએ જેવું તમે કરો છો તેવું બાળક શીખે છે.

કોી પણ સાથે ઝઘડો ન કરવો જોઈએ,ખાસ કરીને બાળકની હાજરીમાં અપશબ્દો બોલવા કે ગાળાગાળ કરવાનું ટાળો જેથી બાળક પર તેની અસર ન પડે.બને ત્યા સુધઝી કોઈ સમસ્યા હોય કોઈનાથી તો તે બાળકની ગેર હાજરીમાં ચર્ચા કરવી જોઈએ, બાળકને બને ત્યા સુધી પ્રેમ કરતા શીખવો હો સાચું અને ખોટાનું અંતર પણ શીખવો,

તમારા બે બાળકોની ક્યારેય સરખામણી ન કરો. આમ કરવાથી બાળકો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનો શિકાર બને છે. આ સિવાય તેમના મનમાં તેમના ભાઈ/બહેન પ્રત્યે ઈર્ષ્યાની લાગણી પણ જન્મે છે પરિણામે બાણપણથી જ ભાઈ બંધુઓમાં દુશ્મની જામે છે.બાળક સાથે મિત્ર બનીને વર્તો જેથી બાળક તમારા સ્વભાવમાંથી બીજાઓ સાથે કેમ લર્તવું તે શીખે,