Site icon Revoi.in

કેવી રીતે બન્યો ગુજરાતનો નર્મદા જિલ્લો, વાંચો તેનો ઈતિહાસ

Social Share

વર્ષ 1997માં ગુજરાતમાં નર્મદા જિલ્લાની રચના કરવામાં આવી, જે સમયે અન્ય 5 જિલ્લાની પણ રચના કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાનાં નાંદોદ, ડેડિયાપાડા અને સાગબારા તાલુકા અને વડોદરા જિલ્લાનાં તિલકવાડા તાલુકાનો સમાવેશ નર્મદા જિલ્લામાં કરવામાં આવ્યો. નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યનાં પૂર્વ ખૂણે આવેલો છે.

જીલ્લામાં કરજણ નદી અને લોકોની જીવાદોરી સમાન નર્મદા નદી આવેલી છે. તેમજ જીલ્લામાં સરદાર સરોવર યોજના, કરજણ સિંચાઇ યોજના, કાકડી આંબા સિંચાઇ યોજના અને ચોપડવાવ જેવી સિંચાઇ યોજનાઓ આવેલી છે. આવનાર સમયમાં જીલ્લામાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી” જેવી અતિ મહત્વની યોજના સાકાર થવા જઇ રહી છે. નર્મદા જીલ્લા ગુજરાતમાં એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ છે.

આમ જિલ્લામાં કૂલ પાંચ તાલુકા આવેલા છે. નર્મદા જીલ્લામાં કુલ પાંચ તાલુકા અને એક નગરપાલીકા આવેલી છે. જેમાં નાંદોદ તાલુકામાં ૧૦૮ ગામ, ડેડીયાપાડા તાલુકામાં 133 ગામ, સાગબારા તાલુકામાં 95 ગામ, તિલકવાડા તાલુકામાં 97 ગામ અને ગરૂડેશ્વર તાલુકામાં 94 ગામ આવેલા છે. આમ નર્મદા જીલ્લામાં. કુલ 527 ગામ અને 221 ગ્રામ પંચાયતો આવેલી છે.

જો વાત કરવામાં આવે હાલની સ્થિતિ વિશે તો નર્મદા જીલ્લામાં કુલ 689 પ્રાથમિક શાળાઓ, 53 માધ્યામિક શાળાઓ, 23 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. જીલ્લામાં કુલ 4 કોલેજ આવેલી છે. જેમાં આર્ટ્સ, કોમર્સ, અને સાયન્સ કોલેજનો સમાવેશ થાય છે. અન્ય કોલેજોમાં પી.ટી.સી. કોલેજ, બી.એડ, સી.પી.એડ, બી.પી.ઇ. અને મહિલા પોલીટેકનિક જેવી કોલેજ પણ આવેલી છે. જીલ્લાનો કુલ સાક્ષરતા દર 72.31 ટકા છે.

Exit mobile version