1. Home
  2. Tag "narmada"

નર્મદાની નાની પરિક્રમાનો આજથી પ્રારંભ, મહિનો ચાલનારી પરિક્રમા માટે વહિવટી તંત્ર બન્યુ સજ્જ

ભરૂચઃ  ચૈત્ર મહિનાનો તા. 9મી એપ્રિલથી પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રીના પ્રારંભે એટલે કે પ્રથમ દિવસથી નર્મદાની નાની પરિક્રમાનો પ્રારંભ થાય છે. આજે 8મી એપ્રિલથી શ્રદ્ધાળુઓ રામપુરા ગામના નર્મદા નદીના પટમાં ઉમટી પડશે. અને યાત્રાનો શુભારંભ કરશે. માં નર્મદાના નાની પરિક્રમા રૂટ પર આજે 8મી એપ્રિલથી 8મી મે, 2024 સુધી એક મહિનો યાત્રા ચાલશે. […]

દેડિયાપાડાના 118 વર્ષીય ચંપાબેન 1951માં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું

અમદાવાદઃ દેડિયાપાડાના જંગલો વચ્ચે આવેલા સોલિયા ગામના ચંપાબેન પારસિંગભાઇ વસાવાને જૂઓ તો તમને એવું લાગે જ નહીં કે આ મહિલા પોતાના જીવનના 118 વર્ષના પડાવે પહોંચી ગયા છે ! સમગ્ર નર્મદા જિલ્લામાં સૌથી વધું ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન છે, પણ તેમની તંદુરસ્તી તો યુવાનોને પણ શરમાવે એવી છે. 50 થી વધુ પારિવારિક સભ્યોનો વસ્તાર ધરાવતા ચંપાબેન […]

મા નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા 8 એપ્રિલથી શરૂ થશે

નર્મદા જિલ્લામાં આગામી તા. ૮ મી એપ્રિલથી ૮ મી મે-૨૦૨૪ એટલે કે ચૈત્ર વદ અમાસ, એક મહિના સુધી માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે. તેમાં લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભાવિકો શ્રધ્ધાળુઓ આ ઉત્તરવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તા. ૨૮મી માર્ચ, ગુરૂવારના રોજ કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત […]

નર્મદાના નાગરિકોને કેન્સરની સારવાર માટે અન્ય જિલ્લામાં જવુ નહીં, કન્સર OPDનો પ્રારંભ

અમદાવાદઃ GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી. મોદી કેન્સર સેન્ટરના સહયોગથી “કેન્સર OPD” શરૂ કરવામાં આવી છે. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે આ ઓપીડીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  નર્મદા જિલ્લાના નાગરિકોને કેન્સરના નિદાન માટે અન્ય શહેરોમાં જવાની હવે જરૂર નહીં પડે. કારણ  રાજપીપલાની જનરલ હોસ્પિટલ […]

પતંગ મહોત્સવઃ એકતાનગરના નર્મદા ડેમ વ્યુ પોઇન્ટનું આકાશ રંગબેરંગી અને વિશાળ પતંગોથી છવાયું

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંતર્ગત એકતાનગર ખાતે દેશ-વિદેશના પતંગબાજોએ નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ -1 ખાતે પોતાના કરતબ બતાવી દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલા પતંગ મહોત્સવ દરમિયાન નર્મદા ડેમ સાઇટ તરફનો આકાશી નજારો રંગબેરંગી પતંગોથી છલકાઇ ગયું હતું. એક તરફ ફૂલ ગુલાબી ઠંડી અને બીજી તરફ પતંગબાજી અને ગરબાનો તાલના ત્રિવેણી […]

નર્મદાઃ રાજપીપળામાં સુપ્રસિદ્ધ હરસિધ્ધિ માતાજીના મંદિરમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને શીશ ઝુકાવ્યું

અમદાવાદઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન તા.19 થી 22 ઓગસ્ટ સુધી ગુજરાતના પ્રવાસ પધાર્યા હતા. કેન્દ્રીય મંત્રી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને પ્રથમ દિવસે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (આઈ.એફ.એસ.સી) ના વિકાસ અને વૃધ્ધિ પર નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવોની ટીમ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. […]

કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં મળશે

ગાંધીનગરઃ કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થવાથી અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના 130 જેટલા ગામોના અંદાજે 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે. તત્કાલીન મુખ્યમંત્રી  અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પાણી, ઉદ્યોગો, પ્રવાસન સહિતના વિકાસ કામોનો મહત્તમ લાભ કચ્છને મળે તે […]

સુરેન્દ્રનગરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં બે વ્યક્તિઓના ડુબી જવાથી મોત

શ્રમજીવી કેનાલમાં ડુબતા બચાવવા અન્ય યુવાને છલાંગ લગાવી હતી ભારે જહેમત બાદ તરવૈયાઓએ બંને મૃતદેહ બહાર કાઢ્યાં હતા બે યુવાનોના ડુબી જવાથી મોત થયા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન સુરેન્દ્રનગરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ડુબી જવાથી બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. ખેતરમાં કામ […]

એસ જયશંકર નર્મદાની મુલાકાતે, ITIના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના ભૂલકાઓ સાથે સંવાદ કર્યો

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર નર્મદાના એકતાનગર ગયા હતા. અહીં તેમણે આઈટીઆઈની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં વિદ્યાર્થીઓની વચ્ચે બેંચ ઉપર બેસીને શિક્ષક દ્વારા અપાતા શિક્ષણનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શિક્ષક પણ હાંફળાફાંફળા બની ગયા હતા. કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો તેમજ કેટલીક જરુરી સૂચન પણ કર્યું […]

નર્મદાઃ આરોગ્યમ્ એકંદરે સુખાકારી” થીમ અંતર્ગત સાયક્લોથોન યોજાઈ

અમદાવાદઃ નર્મદા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આજે  હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ-રાજપીપળા ખાતેથી “આરોગ્યમ્ એકંદરે સુખાકારી”ની થીમ સાથે સાયક્લોથોન યોજાઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જનકકુમાર માઢકની આગેવાનીમાં પ્રસ્થાન થયેલી સાયક્લોથોન કુલ ચાર રુટ ઉપરથી પસાર થઈ હતી. આ સાયક્લોથોનમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ /કર્મચારીઓ અને બાળકો, રાજપીપલાના નાગરિકોએ સાયકલ ચલાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code