Site icon Revoi.in

ઋતિક રોશન અને સૈફઅલી ખાન સ્ટાર ફિલ્મ ‘વિક્રમ વેધા’નું એક્શનથી ભરપુર ટિઝર રિલીઝ 

Social Share

મુંબઈઃ- અભિનેતા ઋતિક રોશન અને સૈફઅલીખાનની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ વિક્રમ વેધાને લઈને દર્શકોના ઈંતઝારનો અંત આવ્યો છે. આ ફિલ્મનું ટિઝર આજરોજ રિલીઝ કરવામાં આવ્યું છે,બન્ને અભિનેતાઓ શાનદાર અવતારમાં જોવા મળી રહ્યા છે ટિઝર એક્શનથી ભરપુર છે.

જો ફિલ્મની કહાનિની વાત કરીએ તો  ફિલ્મ એક ગેંગસ્ટર અને કોપ પર આધારિત છે. આ ફિલ્મના નામની તમિલ ફિલ્મની હિન્દી રિમેક છે, જેમાં આર માધવન અને વિજય સેતુપતિ પણ મુખ્ય રોલ પ્લે કરતા જોવા મળે છે.

આ ટિઝર એક્શન-થ્રિલર છે.ફિલ્મમાં  લીડ રોલમાં અભિનેતા રિતિક રોશન અને સૈફ અલી ખાન છે. વિક્રમ વેધાના ટીઝરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આર માધવન અને વિજય સેતુપતિ સ્ટારર તમિલ ફિલ્મની રિમેક દર્શકોને પહેલાથી જ ખૂબ પસંદ કરવામાં આવી છે.

આ ફિલ્મનું ટિઝર 1 મિનિટ 46 સેકન્ડનું જોવા મળે છે,આ ટીઝર જોતા અંદાજો લગાવી શકાય છે કે આ ફિલ્મ ડાયલોગ્સ, એક્શન સિક્વન્સ અને હાઈ ઈમોશનલ ડ્રામાથી ભરપુર છે.ખાસ કરીને વિલનના રોલમાં ઋતિક રોશન અને કોપ તરીકે સૈફ અલી ખાનની શાનદાર એક્ટિંગ જોવામ મળી છે.

 

 

Exit mobile version