Site icon Revoi.in

Hrithik Roshan હશે ‘KGF ચેપ્ટર 3’ નો ભાગ ! ,જાણો શું છે આ સમાચારનું સત્ય  

Social Share

મુંબઈ:કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા યશની ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ તાજેતરમાં રિલીઝ થઈ હતી.આ ફિલ્મ 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ત્યારથી તે બોક્સ ઓફિસ પર હિટ રહી છે.આ ફિલ્મે વિશ્વભરમાં 1200 કરોડથી વધુનું રેકોર્ડ બ્રેક કલેક્શન કર્યું છે. ક તરફ પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘KGF 2’ના કલાકારો આ ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યા છે.તો બીજી તરફ, સમાચાર સામે આવ્યા છે કે,Hrithik Roshan ને ‘KGF ચેપ્ટર 3’ માટે કાસ્ટ કરવામાં આવ્યો છે.

KGF ચેપ્ટર 2 ની ક્લાઈમેક્સ જોયા પછી જ ખાતરી થઈ ગઈ કે,KGF નો ત્રીજો ભાગ પણ આવશે.જો કે, હજુ પણ કેટલાક લોકો તેના વિશે શંકાસ્પદ હતા.આવી સ્થિતિમાં, તાજેતરમાં જ ફિલ્મના નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે,તેઓ KGFના ત્રીજા ભાગમાં આવશે.આ સમાચાર બહાર આવતાની સાથે જ રોકી ભાઈ ઉર્ફે યશના ચાહકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. KGF 2 માં, દર્શકોને સંજય દત્ત અને રવિના ટંડન જેવા બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યા. ફિલ્મમાં બંને કલાકારોએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

હવે જ્યારથી ફિલ્મ KGF 3 વિશે સમાચાર સામે આવ્યા છે, ત્યારથી તેના પાત્રોને લઈને ચર્ચા ચાલી રહી છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હૃતિક રોશન KGF 3નો ભાગ હશે. હવે એક ઈન્ટરવ્યુમાં, ફિલ્મની નિર્માતા કંપની હોમબેલ ફિલ્મ્સના સહ-સ્થાપક વિજય કિરગન્દુરે આ વિશે જણાવ્યું હતું કે, હૃતિક રોશન KGF 3નો ભાગ બનશે કે નહીં.એક અહેવાલ અનુસાર, વિજયે કહ્યું કે KGF 3ની સ્ટાર કાસ્ટ વિશે, અમે હજી નક્કી કર્યું નથી કે તેમાં કોને ઉમેરવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, વિજયે કહ્યું કે,આ વર્ષે KGF 3 આવી રહ્યું નથી. અમારી પાસે કેટલીક યોજનાઓ છે, પરંતુ પ્રશાંત હાલમાં સલારમાં વ્યસ્ત છે, જ્યારે યશ તેની નવી ફિલ્મની જાહેરાત ખૂબ જ ટૂંક સમયમાં કરવા જઈ રહ્યો છે.અત્યારે, અમે યોગ્ય સમય શોધી રહ્યા છીએ જ્યારે તેઓ KGF 3 પર કામ કરવા માટે મુક્ત થશે.ફિલ્મના ત્રીજા ભાગનું કામ ક્યારે શરૂ થશે તે અંગે અત્યારે અમારી પાસે કોઈ નિશ્ચિત તારીખ કે સમય નથી.