Site icon Revoi.in

ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન ઓમિક્રોનની ચપેટમાં

Social Share

મુંબઈ: બોલિવુડમાં અનેક અભિનેતા અને અભિનેત્રીઓ કોરોનના સકંજામાં આવી ચૂક્યા છે ત્યારે આજે ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની ચપેટમાં આવી છે. આ સાથે જ આજે જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોનાની ત્રીજી લહેર અત્યારે ભલે એટલી જોખમી લાગતી ન હોય, પણ મોટા ભાગના લોકોને સંક્રમિત કરી રહી છે. આ લહેરમાં નેતા, અભિનેતા તથા અન્ય મોટી હસ્તીઓ પણ સંક્રમિત થઈ છે. ત્રીજી લહેરમાં કોરોનાના કેસમાં જોવા મળી રહ્યું છે કે લોકો સંક્રમિત તો જલ્દી થઈ રહ્યા છે સાથે ફટાફટ નેગેટિવ અથવા ડિસ્ચાર્જ પણ ઝડપથી થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે,કોરોના અને કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે,જોકે, કોરોનાનું સંક્સરમણ અટકાવવા સરકાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Exit mobile version