Site icon Revoi.in

હૈદરાબાદ: કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

Social Share

દિલ્હીઃ-હૈદરાબાદના સીમાવર્તી વિસ્તારના ઔદ્યોગિક ક્ષેત્રમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ, સંગારેડ્ડી જિલ્લાના આઈડીએ બોલારામ ઔદ્યોગિક ક્ષેત્રમાં એક કેમિકલ ફેક્ટરીમાં રિએક્ટરના ફાટવાથી ખુબ જ મોટા વિસ્ફોટ સાથે ભયંકર આગ લાગી હતી.

ફેક્ટરીમાં કામ કરતા ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી આગને કાબૂમાં લેવાની કોશિશ કરી રહ્યા હતા.જો કે, ફાયર ફાઇટર્સના કાફલાએ આગ પર કાબુ મેળવી લીધો છે.

હજી સુધી કેટલા લોકો ઘાયલ થયા છે તેની સંપૂર્ણ માહિતી જાણી શકાઈ નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટનામાં 7 થી વધુ લોકો દાઝયા હોવાની સંભાવના છે. આ વિસ્ફોટ ખૂબ જ ભીષણ હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ છે કે, દૂર-દૂરથી કાળા ધુમાડાના ગોટે-ગોટા જ દેખાય છે. આસપાસના તમામ વિસ્તારોમાં અફરાતફરી માહોલ સર્જાયો છે. ગંભીર રીતે ઘવાયેલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બે રિએક્ટર ફાટવાના કારણે આટલો મોટો અકસ્માત થયો છે.

દેવાંશી-