Site icon Revoi.in

ભારતે કરેલા ભવ્ય સ્વાગતથી બ્રિટનના પીએમ બોરિસ જોનસન થયા ગદગદ, કહ્યું, ‘મને અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર જેવો અનુભવ થયો’

Social Share

દિલ્હીઃ-હાલ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન ભારતના પ્રવાસે છે, બ્રિટનના વડા પ્રધાન રૂસો-યુક્રેન યુદ્ધની પૃષ્ઠભૂમિમાં ગુરુવારે બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. ગુજરાતની મુલાકાત લેનારા તેઓ પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન છે.ઉલ્લેખનીય છે કે બોરિસ જોનસન જ્યારે ભારત આવ્યા હતા ત્યારે તેમના રસ્તાની આસપાસ ભારત-યુકે મિત્રતાના પ્રતીકોના ઘણા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. ગુજરાતીઓએ હાથમાં ત્રિરંગો અને વેલકમ ટુ ઈન્ડિયાના હોર્ડિંગ્સ સાથે જોન્સનનું સ્વાગત કર્યું હતું.જેનાથઈ તેઓ ખૂબ પ્રસન્ન થયા છે.

આજરોજ તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત યોજી હતી આ દરમિયાન તેઓએ પીએમ મોદીને પણ ખાસ મિત્ર ગણાવ્યા હતા અને ભારતના ખૂબ વખાણ કર્યા હતા આ સાથે જ કહ્યું હતું કે ભારત વિશ્વની ફાર્મસી છે.આ સાથે જ તેઓ ભારત તરફથી તેમના કરેલા સ્વાગતથી ગદગદ થઈ ઉઠ્યા હતા.

તેમણે કહ્યું કે આટલું ભવ્ય સ્વાગત જોઈને તે મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જેવો અનુભવ થઈ રહ્યો.ઉલ્લેખનીય છે કે , ભારતની મુલાકાતે આવેલા બ્રિટિશ પીએમ શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન તેમણે સંરક્ષણ, વેપાર અને સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે પરસ્પર સહયોગને વધુ વિસ્તૃત કરવા માટે ઘણી મોટી જાહેરાતો કરી હતી અને અમદાવાદમાં તેમના આગમન પર તેમના ઉષ્માભર્યા સ્વાગત પર ખુશી વ્યક્ત કરી હતી. 

આથી વિશેષ બોરિસ જ્હોન્સને કહ્યું, “હું પીએમ નરેન્દ્ર મોદી અને ભારતના લોકોનો ભવ્ય સ્વાગત માટે આભાર માનું છું. જ્યારે મારા આગમન પર મેં દરેક જગ્યાએ હોર્ડિંગ્સ જોયા ત્યારે મને સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચન જેવો અનુભવ થયો.”