Site icon Revoi.in

યોગ્ય કન્યા મળશે ત્યારે લગ્ન કરી લઈશઃ રાહુલ ગાંધી

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે હાલ તેમની યાત્રા અંતિમ પડાવમાં જમ્મુ-કાશ્મીરમાં છે. કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા રાહુલ ગાંધીની ટી-શર્ટ, ઠંડી સહિત અનેક કારણોસર ચર્ચામાં રહી છે. એટલું જ નહીં યાત્રા દરમિયાન રાહુલ ગાંધીને લોકોને જોરદાર આવકાર મળ્યો છે. લાંબા સમય બાદ હવે રાહુલ ગાંધીએ પોતાના લગ્નને લઈને વાત કરી છે.

ભારતમાં સૌથી જાણીતા અભિનેતા સલમાન ખાન અને રાજકીય નેતા રાહુલ ગાંધીના લગ્નને લઈને ઘણા વર્ષોથી વિવિધ ચર્ચાઓ થઈ રહી છે પરંતુ બંને મહાનુભાવો લગ્ન કરવા બાબતે ખુલ્લીને બોલવાનું ટાળી રહ્યાં છે. દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના લગ્નને લઈને ખુલીને વાત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે યોગ્ય કન્યા મળશે ત્યારે લગ્ન કરી લેશે. કન્યા લવિંગ અને ઈન્ટેલિજન્સ હોવી જોઈએ. રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો કે, મારા માતા-પિતા બંને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા. હું પણ એવા જ જીવન સાથીની શોધમાં છું.

તેમણે જણાવ્યું હતું કે, ધરે હોવ ત્યારે ભોજનને લઈને વિશેષ ધ્યાન રાખું છું પરંતુ યાત્રામાં જે ભોજન મળે તે જમી લઉ છું. તેલંગાણાના લોકો વધારે મરચુ ખાવાનું પસંદ કરે છે ત્યાં થોડી તકલીફ પડતી હતી. તેમણે કહ્યું કે, હું કાશ્મીરી પંડિતના ઘરે જન્મયો છું, જે ઉત્તરપ્રદેશમાં આવીને વસ્યા હતા. પપ્પાના પિતાજી પારસી હતા. ઘરમાં સામાન્ય જમવાનું બને છે. લંચમાં દેશી અને રાતના કોન્ટિનેટલ જમવાનું બને છે. મને સૌથી વધારે આઈસક્રીમ પસંદ છે. પહેલા જુની દિલ્હી જતો ત્યારે મોતી મહલમાં જતો હતો. ક્યારેક ક્યારેક સ્વાગત, સાગર અને સર્વના ભવનમાં પણ જમવા જતો હતો.

પોતાના સ્કૂલીંગને લઈને રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હું બોડિંગમાં અભ્યાસ કરતો હતો, પરંતુ દાદીની હત્યાથી પહેલા બોડિંગમાંથી નીકાળવામાં આવ્યો હતો જે બાદ હોમ સ્કૂલિંગ શરૂ થઈ હતી. સિક્યોરિટીના કારણોસર અમને સ્કૂલ જવાની મંજૂરી ના હતી.

તેમણે કહ્યું કે, સેન્ટ સ્ટીફન કોલેજમાં હિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે. જે બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઈન્ટરનેશનલ રિવેશન એન્ડ પોલિટિક્સનો અભ્યાસ કર્યો હતો. પિતાના અવસાન બાદ અમેરિકા જતો રહ્યો હતો. જ્યાં યુનિવર્સિટીમાં માસ્ટર્સ કર્યું હતું. મે પહેલી નોકરી લંડનમાં કરી હતી. કંપનીનું નામ મોનિટર હતું જે એક સ્ટ્રેટેઝિક કન્સલ્ટિંગ કંપની હતી. અહીં મને 2500 પાઉન્ડ પગાર મળતો હતો. તે સમયે હું 25 વર્ષનો હતો.