Site icon Revoi.in

ICCનો નિર્ણય – વર્લ્ડ કપ લીગ -2 કોરોનાને ધ્યાનમાં લઈને કરાઈ મોકૂફ 

Social Share

દિલ્હીઃ-વિતેલા વર્ષ દરમિયાન કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો જેની અસર અત્યાર સુધી જોવા મળી રહી છે, કોરોનાના ભયને કારણએ અનેક ક્રિકેટ ટૂર્નામેન્ટ પણ રદ કરવામાં આવી રહી છે, ત્યારે હવે આઈસીસી એ આ મામલે વધુ એક નિર્ણય લીધો છે.

વિતલા ICC ટી -20  વિશ્વકપરદ કરવામાં આવ્યો હતો. હવે ICC એ જાહેરાત કરી છે કે, માર્ચ અને મે મહીનામાં યોજાનારી વિશ્વકપ લીગ-2 ના ભાગરુપે રમાતી આવનારી  ક્રિકેટ સિરીઝ  સ્થગિત કરવામાં આવી છે.

વર્ષ 2023 વર્લ્ડ કપ ક્વોલીફાઇંગનો ભાગ વિશ્વ કપ લીગ 2 ની છઠ્ઠી, સાતમી અને આઠમી સિરીઝના સ્વરુપે  કુલ 18  જેટલી વન ડે મેચનુ આયોજન કરવામાં આવનાર હતુ.  રદ થયેલી સિરીઝમાં પોઇન્ટ ટેબલમાં ઓમાન ઉચ્ચ સ્થાને  સામેલ હતુ. જે 19 માર્ચ થી 18 માર્ચ વચ્ચે છ વન ડે મેચ માટે બીજા સ્થાને રહેલા અમેરિકા અને સાતમા નંબર પર રહેલા નેપાળની મેહમાન નવાઝી કરનાર હતું.

આઈસીસીએ આ લીગ સ્થગિત કરવાના બાબતે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં યાત્રાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે,જેની અસર જોવા મળી રહી છે, ઉલ્લેખનીય છે કે,કોરોનાને લીધે હાલમાં ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ સાઉથ આફ્રિકાનો તેનો ખાસ પ્રવાસ રદ કર્યો હતો,આ બાબતેથી સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડમાં નારાજગી જોવા મળી હતી.આ બાબતે  ICCને પણ આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરાઈ હતી

સાહિન-