Site icon Revoi.in

નહીં હટે ધોનીના ગ્લવ્સ પરથી બલિદાન બેઝ! BCCIની ચિઠ્ઠી બાદ નરમ પડયું ICC

Social Share

ધોનીના ગ્લવ્સ પર બલિદાન બેઝના નિશાનને લઈને બીસીસીઆઈ અને આઈસીસી આમને-સામને છે. આઈસીસીએ ધોને પોતાના ગ્લવ્સ પરથી બલિદાન બેઝનું નિશાન હટાવવા માટે જણાવ્યું હતું. તેના પછી બીસીસીઆઈ માહીના ટેકામાં ઉતર્યુ છે. બીસીસીઆઈના સીઓએ ચીફ વિનોદ રાયે કહ્યુ છે કે અમે આઈસીસીને એમ. એસ. ધોનીને પોતાના ગ્લવ્સ પર બલિદાન પહેરાવા માટેની મંજૂરી લેવા માટે પહેલા જ પત્ર લખી ચુક્યા છીએ.

તેના પછી આઈસીસી હવે બીસીસીઆઈ સામે ઝુકે તેવી શક્યતા છે. આઈસીસી સૂત્રો મુજબ, જો એમ. એસ. ધોની અને બીસીસીઆઈ આઈસીસીને એ સુનિશ્ચિત કરે કે બલિદાન બેઝમાં કોઈ રાજકીય, ધાર્મિક અને વંશીય સંદેશ નથી, તો આઈસીસી આ અનુરોધ પર વિચારણા કરી શકે છે.

આ પહેલા બીસીસીઆઈએ સીઓએ ચીફ વિનોદ રાયને કહ્યુ હતુ કે અમે અમારા ખેલાડીઓ સાથે ઉભા છીએ. ધોનીના ગ્લવ્સ પર જે નિશાન છે, તે કોઈ ધર્મનું પ્રતીક નથી અને ન તો તે કમર્શિયલ છે. વિનોદ રાયે કહ્યુ છે કે અમે આઈસીસીને એમ. એસ. ધોનીને તેમના ગ્લવ્સ પર બલિદાન પહેરવા માટે મંજૂરી લેવા માટે પહેલા જ પત્ર લખી ચુક્યા છીએ.

રાજીવ શુક્લાએ કહ્યુ છે કે ધોનીએ કંઈપણ ખોટું કર્યું નથી. આઈસીસી માત્ર કમર્શિયલ એન્ડોર્સમેન્ટ માટે શાસન કરે છે. બીસીસીઆઈએ આના પર આઈસીસીને પત્ર લખીને સારું કર્યું છે. આઈસીસીના કોઈ નિયમનું ઉલ્લંઘન કરાયું નથી. વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધની મેચમાં ધોનીએ જે ગ્લવ્સ પહેર્યા હતા. તેના પર સેનાના બલિદાન બેઝનું ચિન્હ હતું. તેના પર આઈસીસીએ બીસીસીઆઈને અપીલ કરી હતી કે તે ધોનીને ગ્લોવ્સ પરથી લોગો હટાવવા માટે કહે.

બુધવારે સાઉથેમ્પ્ટનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતની પહેલી મેચ દરમિયાન ધોનીના બલિદાન બેઝ સાથે વિકેટકીપિંગ કરતા જોવામાં આવ્યો હતો. આ ગ્લવ્સ પર જોવામાં આવતું આ અનોખું નિશાન દરેક વ્યક્તિ વાપરી શકતું નથી. આ બેઝ પેરા કમાન્ડો લગાવે છે. આ બેઝને બલિદાન બેઝના નામથી ઓળખવામાં આવે છે.

પેરાશૂટ રેજિમેન્ટના વિશેષ દળો પાસે તેના અલગ બેઝ હોય છે, જેમણે બલિદાન તરીકે ઓળખવામાં આવે છે. આ બેઝમાં બલિદાન શબ્દને દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે. આ બેઝ ચાંદીની ધાતુથી બને છે. જેમા ઉપરની તરફ લાલ પ્લાસ્ટિક હોય છે. આ બેઝ માત્ર પેરાકમાન્ડો દ્વારા પહેરવામાં આવે છે.

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ક્રિકેટમાં તેમની સિદ્ધિને કારણે 2011માં પ્રાદેશિક સેનામાં માનદ લેફ્ટિનેન્ટ કર્નલની રેન્ક આપવામાં આવી હતી.ધોની આ સમ્માન મેળવનારા કપિલ દેવ બાદ બીજા ભારતીય ક્રિકેટર છે. ધોનીને માનદ કમીશન આપવામાં આવ્યું છે, કારણ કે તે એક યુવા આઈકન છે અને તે યુવાનોને સશસ્ત્ર દળોમાં સામેલ થવા માટે પ્રેરીત કરી શકે છે. ધોની એક પ્રશિક્ષિત પેરાટ્રુપર છે. તેમણે પેરા બેસિક કોર્સ કર્યો છે અને પેરાટ્રુપર વિગ્સ પણ પહેરે છે.

મહેન્દ્રસિંહ ધોનીએ ટેરીટોરિયલ આર્મીની 106મી પેરાશૂટ રેજિમેન્ટમાં માનદ લેફ્ટિનેન્ટ કર્નલ તરીકે પોતાની રેન્કને સાબિત કરી દેખાડી છે. ધોની ઓગસ્ટ-2015માં તાલીમબદ્ધ પેરાટ્રુપર બની ગયા હતા. આગ્રાની પેરાટ્રુપર્સ ટ્રેનિંગ સ્કૂલમાં ભારતીય વાયુસેનાના એએન-32 વિમાનમાંથી પાંચમી છલાંગ પુરી કર્યા બાદ તેમને પ્રતિષ્ઠિત પેરા વિંગ્સ પ્રતિક ચિન્હ લગાવવાની મંજૂરી મળી હતી. એટલે કે તેની સાથે ધોની આ બેઝનો ઉપયોગ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી ચુક્યા છે.

મહત્વપૂર્ણ છે કે ત્યારે ધોની 1250 ફૂટની ઊંચાઈ પરથી કૂદી ગયા હતા અને એક મિનિટથી પણ ઓછા સમયમાં માલપુરા ડ્રોપિંગ ઝોન પાસે સફળતાપૂર્વક ઉતર્યા હતા. નવેમ્બર – 2011માં ધોનીને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટિનેન્ટ કર્નલની માનદ રેન્કથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યુ હતુ કે તે સેનામાં અધિકારી બનવા માંગતા હતા. પરંતુ કિસ્મતે તેમને ક્રિકેટર બનાવી દીધા હતા.