Site icon Revoi.in

ICC એ ODIનું રેન્કિંગ જારી કર્યું – નંબર 1 બોલર સિરાઝ, તો ટોપ 10મા શુભમન ગિલનું સ્થાન

Social Share

દિલ્હીઃ-આઈસીસીઆઈ  એ વન ડે રેન્કિગ જારી કર્યું છે. જેમાં મોહમ્મદ સિરાઝ વિશ્વમાં નંબર વન બોલર તરીકે ઊભરી આવ્યો છે. સિરાઝે શ્રીલંકા અને ન્યુઝિલેન્ડ સામે શાનદાર પર્ફોમન્સ આપ્યું હતું જેને લઈને રેન્કંગમાં તેણે બાજી મારી છે.

આ સહીત મોહમ્મદ શમી અને શુભમન ગિલનું પ્રદર્શન પણ સારુ જોવા મળ્યું છે વન ડે રેન્કિંગમાં તેમને તેનો ફાયદો મળ્યો છે. જેને લઈને તેઓ હવે ટ્રેન્ટ બોલ્ટને પછાળીને ઉચ્ચ સ્થાન પર પહોંચ્યો છે.

ઈન્ડિયન ટિમમાં પરત ફર્યા બાદ સિરાઝે 20 વન ડે મેચ 37 વિકેટ પોતાના નામે કરી , 28 વર્ષિય ક્રિકેટર સિરાઝ પ્રથમ વખત વિશ્વના નંબર વન બોલર બન્યા છે.તે શ્રીલંકા સામે ત્રણ મેચની સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર ( નવ વિકેટ) લેનાર બોલર બન્યો છે ન્યૂઝિલેન્ડજ સામે પણ 4 વિકેટ લીધી ત્યાર બાદ તે 729 પોઈન્ટ સાથે વન ડે રેન્કિંગમાં ઉચ્ચ સ્થાન પર પહોચ્યો

બીજી તરફ મોહમ્મદ સામીની વાત કરીએ તો તે પણ બોલરની યાદીમાં 11 મા સ્થાનનો ફાયદો મળવીને હવે 32મા સ્થાને આવ્યા છે.ન્યૂઝિલેન્ડ સામેની ઘરેલુમમ શ્રેણી પૂરી થયા બાદ બેટ્સમેનોની રેન્કિંગમાં ઘણો ફેરફાર થયો છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ વનડે બેટ્સમેન રેન્કિંગમાં આગળ છે, પરંતુ હવે ત્રણ ભારતીય ખેલાડીઓ ટોપ-10માં સામેલ થઈ ગયા છે. ફોર્મમાં ચાલી રહેલા ઓપનર શુભમન ગિલ ન્યુઝીલેન્ડ સામે બેવડી સદી અને એક સદી ફટકારીને 20 સ્થાનની છલાંગ લગાવીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલી સાતમા અને રોહિત શર્મા આઠમા સ્થાને છે.