Site icon Revoi.in

ઉનાળામાં રાત્રે જમ્યા બાદ પેટમાં બળતરા એસિટિડી થાય છે તો આ ઉપાય છે તમારા કામનો

Social Share

હવે ભરપુપર ઉનાળાની સિઝન શરુ થી ચૂકી છે,ગરમીમાં તળેલું કે તીખુ ખાવાથી પેટમાં પગના તળીયામાં કે છાતીમાં જલન થવાની ફરીયાદ રહે છે આવી સ્થિતિમાં ફૂદીનો કારગાર સાબિત થાય છે, જો તમે જમીને 4 કે 5 પાન ફૂદીના ચાવી જશો તો તમને એસિટિડી થતી નથી.ખાસ કરીને ફૂદીનાનું શરૂત પીવું, લીબું શરબત પીવું અને સંચળનું પાણી પીવું વગેરે નુસ્ખાઓથી પેટની બળતરામાં રાહત થાય છે
પેટમાં થતી બળતરાને મટાડવા માટેના કેટલાક ઘરેલું ઉપચાર

તકમરિયા
તકમરિયાને પાણીમાં પલાળીને દૂધમાં નાખી શરબત બનાવી તેને પીવાથી પેટમાં ઠંડક મળે છે, આ સાથે જ તમે ઈચ્છો તો તેમાં રોઝ સિરપ કે ગુલાબના પાન મિક્ કરીને પણ શરબત બનાવની શકો છો.

વરિયાળી

વરિયાળીની તાસિર ઠંડી ગણાય છે તે પેટમાં થતી બળતરાને દૂર કરે છે ,વરીયાળી પણ પેટની બળતરામાં ગુણકારી છે,કારણ કે તેમાંએસિડિટીને નાબૂદ કરવાનો ગુણ જોવો મળે છે. ગેસ્ટ્રીકની સમસ્યાને પણ ઓછી કરે છે.

ઠંડૂ દૂધ

ઠંડૂ દૂધ પણ આપણાને પેટની બળતરામાં રાહત આપે છે, જો ઠંડા દૂધમાં આપણે રોઝનું શરબત એડ કરીને પી લઈએ તો તરત પેટની બળતરા ઠંડી પડી જાય છે.

સાકર

સાકરનો મુળ ગુણ ઠંડક છે. સાકર અને દુધ પીવાથી પણ એસિડિટીમાં રાહત થાય છે. આ સાથે જ સાકર અને કાળી દ્રાક્ષને પલાળીને તે પાણી પીવાથી પેટની બળતરા દૂર થાય છે.સાકર તથા વરિયાળીને મિક્સ કરી તેનું શરબત પીવાથી પણ પેટની ગરમી મટે છે

ફૂદીનો

ઉનાળામાં ફુદીના પેટની ગરમી ઘટાડવાનું કામ કરે છે તો બીજી તરફ તે પગ માટે પણ ખૂબ લાભદાયક છે. ઘણીવાર જોવા મળે છે કે ઉનાળામાં પગના તળિયે બળતરા થવા લાગે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ફ્રીજમાં રાખેલા ફુદીનાના પાનને પીસીને પગના તળિયા પર લગાવાથી પગની જલન દૂર થાય છે.આ સાથે જ લૂ થી બચવા માટે ઉનાળામાં સુખા અથવા ભીના ફૂદીનામાં છાશ, દહીં અને કાચી કેરીના પાન સાથે નિક્સ કરીને શરબત બનાવી તેનું સેવન કરવાથી રાહત મળે છે