Site icon Revoi.in

જો રાતના સમયે વધારે ખાંસી આવે છે? તો કરો આ ઉપાય

Social Share

કુદરતના બનાયેલા શરીરમાં ક્યારે કઈ સમસ્યા થાય તેના વિશે કોઈ જાણતું નથી પણ લોકો સલામત અને સ્વસ્થ રહે તે માટે અનેક વાર સલાહ આપવામાં આવતી હોય છે કે પોતાનું ધ્યાન રાખવું, પણ કેટલીક વાર નાની સમસ્યા જેમ કે રાતના સમયે વધારે આવતી ખાંસી તે કોઈ ગંભીર સમસ્યા નથી પણ તે થોડા અંશે તો હેરાન કરી શકે છે. જો આના પર યોગ્ય સમયે ધ્યાન આપવામાં ન આવે તો તે સમસ્યા અન્ય સમસ્યાઓને પણ આમંત્રણ આપી શકે છે.

જાણકારી અનુસાર રાત્રે સૂતી વખતે ખાંસી માત્ર તમારી જ નહીં પરંતુ સૂતા લોકોની પણ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે અને આનાથી રાહત મેળવવા માટે એક વાસણમાં કાળા મરીનો ભૂકો લો અને તેમાં થોડું મીઠું નાખો. તેમાં થોડું મધ ઉમેરો અને તેનું સેવન કરો. આ ત્રણ વસ્તુઓ સાથે મળીને ખાંસીમાંથી ઝડપથી છુટકારો મેળવી શકશો.

આ ઉપરાંત ગોળ અને આદુ પણ ઉપયોગી સાબીત થઈ શકે છે. ગોળ એક એવો પ્રાકૃતિક તત્વ છે, જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ એક પ્રાકૃતિક શુગર છે, જેનાથી લોહીમાં શુગરનું સ્તર વધતું નથી. જો તેને આદુ સાથે ખાવામાં આવે તો જે કફ થાય છે તે થોડા દિવસોમાં જ દૂર થાય છે. એક બાઉલમાં થોડો ગોળ ગરમ કરો અને તેમાં આદુનો રસ ઉમેરો. આ પેસ્ટ ખાઓ અને સૂઈ જાઓ. તમે થોડા દિવસોમાં ફરક જોઈ શકશો.

લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી, જો વધારે ઉધરસ આવે તો ડોક્ટરને સંપર્ક કરવો જરૂરી છે.