Site icon Revoi.in

ધો.10 અને 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે પકડાશે તો સીધી FIR કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ એપ્રિલમાં લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બોર્ડ દ્વારા  દો.10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિને લઈને મોટો નિર્ણય લેવાયો છે. જો હવે બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાશે તો સીધી FIR થશે. વિદ્યાર્થી મોબાઈલ સાથે મળે તો તરત જ પોલીસ ફરીયાદ કરવા સૂચના અપાઈ છે. આ અંગે તમામ જિલ્લા કલેકટર, પોલીસ વડા અને પોલીસ કમિશનરને પત્ર લખાયો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પત્ર લખ્યો છે. જેમાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ ના થાય અને ગોપનીયતા જળવાય તેના માટે આ પત્ર લખાયો છે. આઈટી એક્ટ, સીઆઈપીસી એક્ટ મુજબ ગુનો નોંધવા પણ સૂચના અપાઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા કલેકટર પોલીસ વડા, અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. પરીક્ષામા ગેરરીતિ ન થાય અને ગોપનીયતા જળવાય તેના માટે આ પત્ર લખાયો છે. બોર્ડની પરીક્ષા અંગે બોર્ડના કાયદા અને નિયમો અંગેની માહિતીનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં કોઈ પણ વિદ્યાર્થી મોબાઈલ સાથે મળે તો તરત જ પોલિસ ફરિયાદ કરવા સૂચના અપાઈ છે. તેમજ જ્યા જરૂર જણાય ત્યા બોર્ડના કાયદા ઉપરાંત આઈટી એક્ટ, સીઆઈપીસી એકટ મુજબ ગુનો નોંધવા પણ સુચના અપાઈ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  આજથી રાજ્યભરમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ છે. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પ્રેક્ટિકલ પરિક્ષા 2 માર્ચે પૂર્ણ થશે. રસાયણવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન અને જીવવિજ્ઞાનના વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે. સવાર અને બપોર એમ બે તબક્કામાં  પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે. સવારે 10 થી 1 અને બપોરે 2 થી 5 દરમિયાન પ્રેક્ટીકલ પરીક્ષા લેવામાં આવી રહી છે. . શિક્ષણ બોર્ડ દ્વારા નિયત કરાયેલા જિલ્લા કેન્દ્રો પર પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરાયું છે. (file photo)