Site icon Revoi.in

ટ્રાવેલિંગ દરમિયા ઉલ્ટી થવાની સમસ્યા છે,તો કરો આ યોગાસન

Social Share

યોગમાં એટલી શક્તિ છે કે તેના વિશે સટીક અંદાજ ભગવાન શિવ સિવાય કોઈ લગાવી શકે નહી, યોગ દરેક પ્રકારની સમસ્યાથી રાહત આપે છે આવામાં જે લોકો ટ્રાવેલિંગ દરમિયાન અથવા મુસાફરીમાં ઉલ્ટીની સમસ્યા હોય તો તેને પણ યોગ કરવા જોઈએ.

વાત એવી છે કે તાડાસન અથવા માઉન્ટેન પોઝ, વૃક્ષાસન અથવા ટ્રી પોઝ, ઉસ્ત્રાસન (ઉંટ પોઝ), વિરભદ્રાસન (વીરભદ્રાસન અથવા વોરિયોસ પોઝ)ગરુડાસન (ઇગલ પોઝ અથવા ગરુડાસન), જેમ કે મોશન સિકનેસ મન અને શરીર વચ્ચેના ક્ષતિગ્રસ્ત સંકલનને કારણે થાય છે. જ્યારે મગજમાં લોહીનો પુરવઠો યોગ્ય રીતે ન પહોંચે અને મગજ સંતુલન જાળવવામાં નબળું સાબિત થાય, ત્યારે લોકોને મોશન સિકનેસના લક્ષણો દેખાવા લાગે છે. તે જ સમયે, આ યોગાસનોનો અભ્યાસ મગજના તે ભાગોને મજબૂત બનાવે છે જે શારીરિક સંતુલન બનાવવાનું કામ કરે છે. આ યોગાસનોના નિયમિત અભ્યાસથી મોશન સિકનેસની સમસ્યા ધીમે ધીમે ઓછી થવા લાગે છે.

ઉલ્લેખનીય છે કે કેટલાક લોકોને મોશન સિકનેસની સમસ્યા હોય છે અને તેના કારણે તેમને મુસાફરી દરમિયાન ઉલ્ટી થવાની સમસ્યા થતી હોય છે. આ સિવાય બેચેની, માથાનો દુખાવો અને નબળાઈ જેવી સમસ્યાઓ એક સાથે અનુભવાય છે. મોશન સિકનેસની સમસ્યામાંથી રાહત મેળવવા માટે, યોગની મદદ લઈ શકાય છે. યોગાસન દ્વારા યાત્રા દરમિયાન પરેશાનીઓ ઓછી કરી શકાય છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી