Site icon Revoi.in

કોપરેલમાં આટલી વસ્તુઓ નાખી ગરમ કરીને તેને વાળમાં લગાવામાં આવે તો અનેક સમસ્યાઓ થાય છે દૂર

Social Share

 

ચોમાસું આવતાની સાથે જ આપણે આપણા શરીરની વધારે પડતી કાળજી લેવી પડતી હોય છે, જેમાં વાળની કાળજી પણ ખાસ લેવામાં આવે છે, ચોમાસામાં  આપણા વાળ રુસ્ક, બેજાન અને બે મો વાળા થવાની દરેકને ફરીયાદ રહેતી હોય છે, ત્યારે આવા સમયે આપણે મોંધા મોંધા શેમ્પુ અને મોંધી ટ્રિટમેન્ટ કરાવવાનું પસંદ કરતા હોય છે, જો કે દરેક લોકો માટે આ બન્ને વસ્તુ શક્ય પણ નથી હોતું, ક્યારેક વધારે પડતો ખર્ચ આપણાને નડે છે તો ક્યારે આ માટે બહાર જવાનો સમય નથી હોતા,

વાળની કાળજી આપણે આપણા ઘરે રહીને પણ રાખી શકીએ છે, ખાસ કરીને કેટલાક એવા શાકભાજીઓ પણ છે કે જેનો ઉપયોગ સાદા કોપરેલમાં કરવાથી કોપરેલ ગુણકારી બને છે અને વાળને સુંદર બનાવે છે, ઘરમાં રહેલી વસ્તુઓ પણ એવી છે જેનાથી આપણે જાતે જ આપણા સાદા નારિયેળના ઓઈલને અસરકારક અને ગુણકારી બનાવી શકીએ છે તેની સાથે સાથે આપણ સસ્તી અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણું રોજીંદાનું કન્ડિશનર પણ બનાવી શકીએ છીએ, જેમાં ખર્ચ પણ ઓછો આવે છે અને બહાર જવા માટે સમય નિકાળવો પડતો નથી.આ સાથે જ કુદરતી વનસ્પતિઓનો ઉપયોગ કરવાની વાળને કંઈજ નુકશાન પણ થતું નથી.

 હેરઓઈલ અને કન્ડિશનરને બનાવો વધુ સારું ઘરેલું નુસ્ખાથી