Site icon Revoi.in

જો આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોય તો ડિલીટ કરી નાખજો,નહીં તો બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે

Social Share

ગૂગલ પ્લેસ્ટોર પર એવી કેટલીક એપ્લિકેશન છે કે જે વ્યક્તિની બેન્ક ડિટેઈલની ચોરી કરી શકે છે. આવામાં લોકોએ સતર્ક રહેવું જોઈએ કે તે કઈ અને કેવા પ્રકારની એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. ડીટેલ રિસર્ચેસે ગુગલ પ્લે સ્ટોરની કેટલીક એવી બેન્કિંગ ટ્રોઝન એપ્લિકેશન શોધી નાખી છે, જેને લગભગ 3,00,000થી વધુ એન્ડ્રોઇડ યુઝર્સે ડાઉનલોડ કરી છે.

દરેક કિસ્સામાં, એપનો મેલેશિયસ ઉદ્દેશ છુપાયેલો હોય છે અને એપ ઇન્સ્ટોલ થયા પછી જ માલવેર પહોંચાડવાની પ્રક્રિયા શરૂ થાય છે, જેથી તેઓ પ્લે સ્ટોર ડિટેક્શનથી બચવા માટે સક્ષમ હોય છે.

આ એપ્સ યુઝર્સનો પાસવર્ડ, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન કોડ, લોગ ક્રિસ્ટોક્સ અને સ્ક્રીનશોટ લેવા માટે સંક્ષમ હોય છે.આ એપ્સમાં QR સ્કેનર, PDF સ્કેનર અને ક્રીપ્ટોકરંસી વોલેટ છે. જે ચાર અલગ-અલગ એન્ડ્રોઇડ માલવેર ફેમીલી સાથે સબંધ ધરાવે છે, અને એને ચાર મહિનામાં વિતરિત કરવામાં આવી છે. આ એપ્સે પોતાના માર્કેટપ્લેસમાં ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રતિબંધોને દૂર કરવા માટે ઘણી તરકીબોનો સામનો કર્યો છે.

ચાર માલવેર ફેમિલીમાં સૌથી વધુ નુકસાનકારક માલવેરએ Anatsa છે, જે 200,000 થી વધુ Android વપરાશકર્તાઓ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. સંશોધકોએ આ એડવાન્સ બેંકિંગ ટ્રોજનનું નામ આપ્યું છે, જે વપરાશકર્તાનામ અને પાસવર્ડ ચોરી શકે છે વપરાશકર્તાની સ્ક્રીન પર પ્રદર્શિત લૉગિન ઍક્સેસિબિલિટી કૅપ્ચર કરી શકે છે.