Site icon Revoi.in

ફ્રીજમાં આવતી ખરાબ દુર્ગંધથી પરેશાન છો,તો ચિંતા છોડો અને જોઈલો બગદબૂને દૂર કરવાના નુસ્ખાઓ

Social Share

સાહિન મુલતાનીઃ-

દરેક ગુહિણીઓ પોતાના ફ્રિજમાં અવનવી વસ્તુઓનો સંગ્રહ કરતી હોય છે, ખાસ કરીને જે વસ્તુને સંગ્રહ કરીને રાખી શકાય છે જેમ કે, બટર, ચીઝ ટામેટા સોસ કે પછી ચાઈનિઝ સોસ અથવા તો તૈયાર મસાલાઓ. આ તમામ વસ્તુઓ કિચનના ફ્રિજમાં સચવાયેલી રહે છે.જો કે ઘણી વખત ઘર કામમાં કે ઓફીસ વર્કમાં એટલા બિઝી હોઈએ છે કે લાંબા સમય સુધી આપણે ફ્રિજને સાફ કરવાનું ભુલી જતા હોઈએ છીએ અથવા તો યાદ હોય છે પરંતુ તેના માટે સમય નથી મળતો છેવટે ફ્રિજમાંથી દૂર્ગંધ આવવા લાગે છે.ફ્રીજ ખોલતાની સાથે જ એક એજીબ પ્રકારની સ્મેલ માથાનો દૂખાવો બને છે.

ઘણી વખત ફ્રિજ સાફ ચોખ્ખું હોય તો પણ આદુ લસણની પેસ્ટ, લીલા કાંદા કે પછી લીલું લસણ જેવી વઘુ તીવ્ર સ્મેલ વાળી વસ્તુ ફ્રીજમાં રાખવાથી પણ દૂર્ગંધ આવતી હોય છે, ત્યારે આજે વાત કરીશું આ દૂર્ગંધને દૂર કરવાની .

ફ્રિજમાંથી આવતી દૂર્ગંઘને આ રીતે કરો દૂર

કોલસાઃ- ફ્રિજના ખાનામાં 3 થી 4 નંગ કોલસા મૂકી રાખવા , કોલસો ફ્રીજની તમામ દૂર્ગંઘને સોસી લે છે,જેનાથી ફ્રીજ ખોલતાની સાથે જ આવતી ખરાબ વાસને દૂર કરવામાં મદદ મળે છે.

વેનિલા એસેન્સઃ- આ એસેન્સને એક નાના અમથા રુંમાં લગાવીને તે રું નું પૂમડું ફ્રિજના કોઈ ખુણામાં મૂકી રાખવું જેનાથી ફ્રીજની ખરાબ દૂર્ગંધ દૂર થશે અને ફ્રિજમાં હળવી હળવી વેનિલાની ફોરમ આવશે.

કસ્ટર પાવડર – ક્સટર પાવડરને એક કોટનના પાતળા કપડામાં નાની નાની પોટલી બાંધીને ફ્રિજના કોઈ પણ ખુણે મૂકવાથી ફ્રિજમાંથી ખરાબ દૂર્ગંધ આવતી દૂર થાય છે.

લીબુંની છાલ અને છાલનો પાવડરઃ લીબુંને છાલને સુકવીને તેનો પાવડર તૈયાર કરી લેવો, આ પાવડરને કોટનના પાતળઆ કપડામામ બાંધી નાની પોટલી વાળી તેને ફ્રીજના ખાનામાં મૂકવી જેથી ખરાબ સ્મેલ દૂર થશે અને ફ્રિજમાં લીબુંની સરસ સ્મેલ આવતી થશે.આ સાથે જ ખાલી લીબુંની છાલ પણ ફ્રીજમાં રાખી શકો છો.

મોસંબ-સંતરાની છાલનો પાવડર – લીબુંની જેમ જ મોસંબી કે સંતરાની છાલનો પાવડર બનાવીને તેનો ઉપયોગ પોટચલી બાંધી ફ્રિજમાં મૂકવામાં કરવો, જેથી ફ્રીજની ખરાબ દૂર્ગંધ દૂર થશે.