Site icon Revoi.in

કોલકત્તા દુર્ગા પૂજા જોવા જતા હોય તો આ સ્થળ પર ફરવાનું ન ભૂલતા

Social Share

ભારતમાં લોકો હંમેશા ફરવા માટે ઉતાવળા રહેતા હોય છે. ભારતમાં લોકોને ફરવાનું પણ વધારે પસંદ આવતું હોય છે. ભારતમાં જો વાત કરવામાં આવે લોકોના ફરવાના સમયની તો મોટા ભાગના લોકો ફરવાનો સમય તહેવાર પર વધારે નક્કી કરી છે એવામાં હવે અત્યારે જે લોકો દુર્ગા પુજા જોવા માટે બંગાળ જઈ રહ્યા છે તેમણે આ જગ્યાઓએ પણ ફરવા જવું જોઈએ.

જો આ સ્થળો વિશે વાત કરવામાં આવે તો સૌથી પહેલા બંગાળમાં દુર્ગા પૂજા દરમિયાન અનેક સુંદર પંડાલ બનાવવામાં આવે છે. કોલકતામાં જ હજારો દુર્ગા પંડાલ હોય છે. નવરાત્રી દરમિયાન તમે આ પંડાલો જોવા જઈ શકો છો.

આ ઉપરાંત દુર્ગા પૂજા દરમિયાન ભક્તો ટ્રેડિશનલ કપડામાં જોવા મળે છે. મહિલાઓ લાલ બોર્ડરવાળી સાડી પહેરે છે અને પુરુષો ધોતી-કુર્તા. તમે પણ આ પરંપરાગત વેશભૂષા પહેરી શકો છો.

બંગાળમાં દુર્ગા પૂજાને લઈને અલગ જ માહોલ હોય છે ત્યારે ત્યાની ખાણીપીણીની વસ્તુઓ પણ ઘણી આકર્ષક હોય છે. ત્યા તમે સ્ટ્રીટ ફૂડસ પુચકા, ઘુગની, સિંઘાડા, નૂડલ્સનો આનંદ માણી શકો છો અને દુર્ગા પૂજા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. સ્થાનીક લોકો તેમાં પરંપરાગત વેશભૂષામાં ડાન્સ કરતા હોય છે. ત્યાં યાત્રિઓને પ્રસાદના રુપમાં ભોગ પણ આપવામાં આવે છે.