Site icon Revoi.in

જો તમે તમારા રેશન કાર્ડ પર અનાજ નથી લઈ રહ્યા, તો તમારું કાર્ડ થઈ શકે છે રદ – કેન્દ્રથી મળતી સુચના મુજબ રાજ્યો નવા દિશા નિર્દેશ જારી કરશે

Social Share

દિલ્હીઃ-સામાન્ય રીતે દેશમાં રહેતા નાહરિકો માટે રેશન કાર્ડ એક ચોક્કસ નાગરિત્વનો પુરાવો ગણાય છે ,આ કાર્ડના માધ્યમથી અનેક ગરિબી રેખા નીચે જીવીરહેલા લોકોને દર મહિને તદ્દન નજેવી કિંમતે અનાજનું વિતરણ કરવામાં આવતું હોય છે, જો કે ઘણા ઘર પરિવાર એવા પણ છે કે જે આ રેશન કાર્ડનો લાભ લેતા નથી. ત્યારે હવે સરકારી રેશન કાર્ડ ઘરાવતા લોકો જો સતત ત્રણ મહિના સુધી કાર્ડ પર અનાજ લેશે નહી તો તેનું કાર્ડ રદ કરવામાં આવી શકે છે.

આનવારા સમયમાંમ કેન્દ્ર સરકાર તરફથી જારી કરવામાં આવતા આદેશો પ્રમાણે રાજ્ય સરકાર આ પ્રકારના દિશા નિર્દેશ બનાવી રહી હોવાની માહિતી મળી રહી છે,. રેશન કાર્ડ દ્વારા સરકાર ગરીબ પરિવારોને વાજબી ભાવે અનાજ મળે તેવી જોગવાઇ કરતી રહી હતી. પરંતુ કેટલાક સમયથી એવી માહિતી મળી હતી કે ઘણા પરિવારો અજાનનો લાભ નથી લેતા અર્થાત એવું માનવામાં આવી શકે છે કે આ પરીવારો આર્થિક રિતે સધ્ધર છે જેથી આ પરિવારના રેશન કાર્ડ રદ કરી દેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી દરમિયાન સરકાર તરફથી ત્રણ નહિના સુધીનુ અનાજ મફ્ત વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ રેશનકાર્ડથી અનાજ ન લેનારા લોકોની માહિત્રી એકત્રીત કરવામાં આવી શકે છે અને ત્યાર બાદ જે લોકો સતત ત્રણ મહિનાથી આ કાર્ડનો ઉપયોગ નથી કરી રહ્યો તેનો કાર્ડ રદ શવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જો કે હાલ કેન્દ્ર તરફથી આ પ્રકારના સુચનો આપવામાં આવ્યો નથી.

સાહિન-