Site icon Revoi.in

શું તમે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો ગુજરાતની આ જગ્યાઓ છે અતિસુંદર

Social Share

ગુજરાત ભારતની પશ્વિમે આવેલા મુખ્ય રાજ્યોમાંનું એક છે. ગુજરાત ઘણા સ્થાપત્ય ચમત્કારોનું ઘર છે અને તેમની જીવંત સંસ્કૃતિ, સમૃદ્ધ વારસા ઉપરાંત પ્રાકૃતિક પરિદ્દશ્યો અને સ્વાદિષ્ટ વાનગીઓ માટે પ્રખ્યાત છે. પોતાના આકર્ષણો ના લીધે ગુજરાતને ‘ધ લેન્ડ ઓફ લિજેન્ડસ’ પણ કહેવામાં આવે છે.

ગુજરાત કળા, ઇતિહાસ, સંગીત અને સંસ્કૃતિનું એક આદર્શ મિશ્રણ રજૂ કરે છે. તેમના ઘણા આકર્ષણો ઉપરાંત ગુજરાત શુદ્ધ એશિયાઈ સિંહોનું એક માત્ર ઘર પણ છે. ગુજરાત કરછના મહાન રણથી સાતપુડાના પહાડો સુધી પ્રાકૃતિક સુંદરતાની રજૂઆત કરે છે. આ ઉપરાંત તે તેની ૧૬૦૦ કિમી થી વધારે લાંબા કિનારા સાથે જ અમુક ભવ્ય પ્રાચીન ગુફા ચિત્રો, ઐતિહાસિક ભીત ચિત્રો, પવિત્ર મંદિરો, ઐતિહાસિક રાજધાનીઓ, વન્યજીવ અભયારણ્ય, સમુદ્રી કિનારાઓ, પહાડી રીસોર્ટ્સ અને આકર્ષક હસ્તશિલ્પ માટે પ્રખ્યાત છે.

કાંકરિયા તળાવ ગુજરાતમાં ફરવાલાયક સૌથી સારી જગ્યાઓમાં એક છે. તમને જણાવી દઇએ કે કાંકરિયા તળાવનું નિર્માણ સુલતાન કુતુબ – ઉદ્ – દીન એ વર્ષ ૧૪૫૧ માં કર્યું હતું. આ તળાવ અમદાવાદમાં આવેલું છે અને શહેરના સૌથી મોટા તળાવ માનું એક છે.

કરછનું રણ એ ગુજરાતમાં ફરવાલાયક સૌથી સારા સ્થળોમાંનું એક છે. તમને જણાવી દઈએ કે કરછનું રણ ગુજરાતના કચ્છ શહેર માં ઉતર તથા પૂર્વમાં ફેલાયેલું છે અને વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ છે. જ્યારે તમે અહી ફરવા માટે જશો ત્યારે તેની સુંદરતાને જોઈને તમે ખુબજ આકર્ષિત થશો.

સોમનાથ ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળો માંથી એક છે અને ફરવા માટે એક ખૂબ જ સારી જગ્યા છે. આ સ્થળ ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગ માનું એક છે. આ એક એવું શહેર છે, જે પૌરાણિક કથાઓ થી ઘેરાયેલું છે. સોમનાથ મંદિરોનુ શહેર છે જ્યાં ધર્મની મજબૂત સુગંધ છે.

જામનગરથી ૧૦ કિમી દૂર આવેલું ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ગુજરાતમાં ફરવાલાયક સારા સ્થળોમાંનું એક છે. તને જણાવી દઈએ કે આ અભયારણ્ય માં ૩૦૦ થી વધુ પ્રકારના પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્ય  વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ અભયારણ્ય તાજુ પાણી અને સમુદ્ર ની હાજરીને લીધે પક્ષીઓને આકર્ષિત કરે છે. મીઠા પાણીના તળાવો, ખારા પથારી, મેન્ગ્રુવ પ્રવાસી પક્ષીઓ ની જરૂરિયાત છે, જે અહી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં ફરવાની સૌથી સારી જગ્યાઓમાં એક છે. તમને જણાવી દઇએ કે આ એક વન્યજીવ અભયારણ્ય છે જેની સ્થાપનાનું મુખ્ય કારણ એશિયાઈ સિંહોનું રક્ષણ કરવાનું હતું. જણાવી દઈએ કે ગીર નેશનલ પાર્ક ને સાસણ ગીર નેશનલ પાર્ક ના નામે પણ જાણીતું છે. ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં તાલાળા ગીર પાસે આવેલું છે.

લક્ષ્મી વિલાસ પેલેસ ભારતની સૌથી ભવ્ય રચના માનું એક છે. આ પેલેસ ગુજરાતમાં ફરવાલાયક સ્થળો માનું એક છે. લક્ષ્મી વિલાસ પેલેસ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું ખાનગી નિવાસસ્થાન હતું. આ મહેલ લગભગ 500 એકરના ક્ષેત્રમાં ફેલાયેલું છે, આ હજુ પણ વડોદરાના ગાયકવાડ ના શાહી પરિવારનું ઘર છે.