Site icon Revoi.in

માથાની ખંજવાળ હોય કે ફંગલ ઇન્ફેક્શન હોય, જાણીલો કપૂરના ઉપયોગથી તેને દૂર કરવાની રીત

Social Share

આપણે સૌ કોઈ વાળની ઘણી સમસ્યાથી પિડાતા હોઈએ છીએ જો કે કપૂર એવી વસ્તુ છે જે માથાની સ્કિનના રોગોને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને કપૂરથી શરીરની કઈ સમસ્યાઓનો ઈલાજ કરી શકાય છે. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે, તેનો ઉપયોગ લાંબા સમયથી સ્વદેશી સારવારમાં કરવામાં આવે છે. તેનાથી માથામાં થતી ખંજવાળમાંથી તાત્કાલિક રાહત મળે છે.

ઈન્ફેક્શન મટાડે છે

જો તમને પગ અથવા શરીરના અન્ય કોઈ ભાગમાં ફંગલ ઇન્ફેક્શન થયું છે, તો આ સ્થિતિમાં પાણીમાં પીસીને કપૂર મિક્સ કરીને ઉકાળી પેસ્ટ બનાવો, હવે તે ઇન્ફેક્ટ જગ્યાએ લગાવો અને તેને 10 મિનિટ માટે રહેવા દો. બાદમાં સાફ પાણીથી ધોઇ લો.

માથાની ખંજવાળને કરે છે દૂર 

માથાના સ્કેલ્પમાં ખંજવાળનું એક મહત્વનું કારણ ડેન્ડ્રફ છે. કપૂરમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણોથી તમે તેને ખતમ કરી શકો છો. આ સિવાય સ્કેલ્પની ચામડીમાં સંક્રમણને પણ કપૂરથી દૂર કરી શકાય છે. આ માટે તમારે નારિયેળ તેલ ગરમ કરવું પડશે અને તેમાં કપૂરના ટુકડા ઉમેરીને પેસ્ટ બનાવવી, હવે જ્યારે તેલ હૂંફાળું હોય ત્યારે તેને વાળ અને માથાની ચામડી પર મસાજ કરો.

આર્થરાઈટિસનો ઈલાજ છે કપૂર

આર્થરાઈટિસ સાંધાના દુખાવા થાય છે. શરીરના ઘણા ભાગોમાં સોજો અથવા દુખાવો શરૂ થાય છે. કપૂરના બળતરા વિરોધી ગુણધર્મો પીડાને ખેંચવાનું કામ કરે છે. બજારમાં મળતા કપૂર તેલને ગરમ કરો અને જ્યારે તે હૂંફાળું હોય ત્યારે દુખતી જગ્યા પર માલિશ કરો. જો તમે ઈચ્છો તો કપૂર ક્રીમ લગાવીને ઠંડકનો અનુભવ કરી શકો છો.

 

Exit mobile version