Site icon Revoi.in

સોમાસામાં પલળ્યા બાદ તમને શરદી રહે છે, તો દરરોજ આટલી ટિપ્સ કરો ફોલો, મળશે રાહત

Social Share

હવે સોમાસું બેસી ગયું છે એવી સ્થિતિમાં  ઘરથી બહાર નીકળીએ એટલે પલળવાનો ડર રહે છે અને પલળી ગયા બાદ ઘરે આવીને નાક બંધ થવું, શરદી થવી ,ખાસી થવી વગેરે જેવી ફરીયાદો થવા લાગે છે, આવી સ્થિતિમાં જો તમે દરોરજ ઘરની બહાર જતા હોવ તો તમારે ઘરે આવ્યા બાદ કેટલીક ટિપ્સ ફોલો કરવી જોઈએ જેના કારણે જો તમે વરસાદમાં ભીંજાયા હશો તો પણ તમે બીમાર નહી પડો અને શરદી ખાસીથી બચશો,

પહેલા તો તમે જ્યારે ઘરે આવો છો તો ભીના કપડા બદલી લો, અને એક તલી ગરમ કરીને તેમાં કોટનનું કપડું ગરમ કરી તેનો શેક હાથ પગ અને છાતી પર લો જેથી તમારી શરીરની ઠંડક દૂર થશે અને ઘ્રુજારી નહી આવે આ સાથએ જ તમારા શરીરને ગરમ શેક મળી જશે

પહેલા તો સોમાચામાં દરરોજ સવારે ઉઠતાની સાથે ગરમ પાણીનો જ ઉપયોગ કરો, ઠંડા પાણીથી હાથ પગ કે મોઠું ઘોનાવું ટાળો, આ સાથે જ ગરમ પાણી પીવાનું રાખો,એક ગ્લાસ ગરમ પાણી પીવાથી તમારું પેટ સાફ રહેશે અને કફ છૂટો પડશે છીંક આવતી મટશે.

જ્યારે પણ તમે વરસાદમાં ભીંજાયને ઘરે આવો ત્યારે  એક ગ્લાસ પાણીમાં અજમો ,મરી ,અને લવિંગ મિક્સ કરીને તેને 20 મિનિટ સુધી ઉકાળો ત્યાર બાદ થોડું ઠંડુ થાય એટલે તે પાણીનું સેવન કરો આમ કરવાથી શરદી થતી મટશે અને ગળું સાફ રહશે

ભીંજાયા બાદ જો છીંક આવવાનુંશરુ થાય છે તો તમે અજમાના સેવનથી રાહત મેળવી શકો છો. તેના માટે તમે એક ગિલાસ પાણીમાં એક ચમચી અજમા નાખી ઉકાળો, હૂંફાણો થતા પર ગાળી લો. તેનું દરરોજ સવારે સેવન કરો

વરસાદમાંથી ઘરે આવીને અનેક પ્રકારના ગરમ ઉકાળાનું સેવન કરો ખાસ કરીને ફૂદીના અને મરીના ઉકાળા પીવાનું રાખો જેથી શરદી થવાથી બીમાર પડવાથી બચી શકાય

જો તમને વધારે પડતી શરદી ખાસી થઈ જાય તો ફુદીનાના તેલને ગરમ પાણીમાં નાખી વરાળ લેવાથી નાક ખુલી જાય છે,આ સાથે જ બીંજાયા બાદ વિક્સ બામ નાખીને પણ તમે સ્ટિમ લેવાનું રાખો જેથી બીમાર નહી પડાય

જો તમે ચાના શોખિન છો તો આદુ વાળી ચા પણ તમારા માટે બેસ્ટ છે જે શરદીથી તમને રક્ષણ આપે છે.