Site icon Revoi.in

તમારી સ્કિન પર રેસિસ ઈન્ફેક્શન થયું હોય તો, આ રીતે કરો તેને દૂર

Social Share
  1. ઉનાળાની ગરમીમાં કડવો લીમડો કારગાર
  2. લીમડા,મધ તથા એલોવેરાથી ખંજવાળ મટે છે

ઉનાળાની ગરમી એટલી હદે વધી છે કે બપોરના તડકામાં બહાર નીકળવું જાણે મુશ્કેલ કામ બની ગયું છે, એમા પણ જો ક્યારેક તડકામાં નીકળ્યા હોય એટલે ચેહરા પર બળતરા થવાથી લઈને વાળમાં ખંજવાળ આવવી તથા શરીમાં ખંજવાળ આવવા જેવી સમસ્યા થાય છે, ઉનાળાની ગરમી શરીર માટે ખૂબ જ હાનિકારક છે તેના કારણે શરીર પર ખંજવાળ આવતી હોય છે તો ચાલો જોઈએ આ પ્રકારે આવતી ખંજવાળમાંથી કઈ રીતે છૂટકારો મેળવી શકાય

શરીર પર આવતી ખંજવાળ દૂર કરવાની ટિપ્સ

લીમડોઃ– જ્યારે શરીમામં ચાઠા પડ્યા હોય કે ખંજવાળ આવતી હોય ત્યારે પાણીમાં લીમડાના પાન નાખીને ઉકાળી લેવા ત્યાર બાદ આ પાણી ઠંડૂ પડે એટલે તેનાથી સ્નાન કરવું, આમ કરવાથી શરીરની ખંજવાળ ચોક્કસ દૂર થઈ જશે, અને ઠંડક મળશે.આ સાથે જ લીમડાના પાનની પેસ્ટ બનાવીને તમે ખંજવાળ વાળી જગ્યાએ લગાવી શકો છો, તેનાથી પણ તમને રાહત થશે,લીમડામાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે.લીમડાના મૂળને પાણીમાં પલાળીને 4 5 કલાક રાખી તે પાણીથી સ્નાનકરવાથી ખંજવાળ મટે છે.

મધ – નિષ્ણાતોના કહેવા પ્રમાણે મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, તેથી તે ત્વચાની વિવિધ રોગોની સારવારમાં ઉપયોગી સાબિત થાય છે. જો મધને ખંજવાળવાળી જગ્યા પર લાગુ કરવામાં આવે છે,તો ખંજવાળ દૂર થાય છે અને તે જગ્યા પર ઠંડક મળે છે.

એલોવિરા જેલ – એલોવેરા જેલ ખંજવાળ માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં હાજર એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો શુષ્કતા અને ચેપવાળી ત્વચા માટે ફાયદાકારક સાબિત  થાય છે.

 કાળી માટીઃ– જો તમને શરીર પર ગરમી નીકળી હોય અને તેના કારણે બળતરા તથા ખંજવાળ આવી રહી છે તો તે માટે ખાતર વિનાની સુદ્ધ કાળી માટીને ઠંડી છાસમાં પાલણીને ખંજવાળ વાળી જગ્યાએ લગાવીને રહેવાદો આમ કરવાથી ઠંડક મળશે અને ખંજવાળ દૂર થશે

કાકડી અથવા બટાકા – જ્યારે પણ શરીરમાં ખંજવાળ આવતી હોય ત્યારે તે ભાગમાં કાકડીનો ઠંડો રસ લગાવીને રહેવા દેવું જેનાીઈ તમને ખંજવાળમાં ચોક્કસ રાહત મળશે. આ સાથે જ તમે બટાકાનો રસ પણ લદાવી શકો છો જે ઠંડક આપીને ખંજવાળને દૂર કરે છે.