Site icon Revoi.in

તમને પગમાં વારંવાર ખાલી ચઢી જાય છે, તો જોઈલો તેને દૂર કરવાની આ કેટલીક રીતો

Social Share

સામાન્ય રીતે ખાલી ચઢવી એટલે કે પગમાં ઝણઝણાટ આવવી ,પગ અચાનક વધુ વજન વાળો થઈ ગયો હોય તેવું લાગવું તેને આપણે ખાલી ચઢી એમ કહીએ છે, જો કે આ ખાલી માત્ર પગમાં જ નહી ઘણા લોકોને હાથમાં પણ ખાલી ચઢે છે.સામાન્ય રીતે જ્યારે આપણે બેસીને ઊભા થઈએ છીએ ત્યારે ખાલી ચઢવાની સમસ્યા સર્જાય છે આવી સ્થિતિમાં જાણે પગ સુન્ન મારી જાય છે,ત્યારે કેટલીક ટિપ્સ છે જેને તમે ફોલો કરશો તો તરત જ પગની ખાલી દૂર થી જશે.

ખાલી દૂર કરવાના ઉપાયો જાણો

જ્યારે પણ તમારા પગમાં ખાલી ચઢી જાય ત્યારે સૌ પ્રથમ ઊભા થઈ જાવો અને કોઈ પણ એક પગનો અંગુઠો બીજા પગની મદદથી 1 મિનિટ માટે બદાવીને રાખો આમ કરવાથી તરત ડજ ખાલી ઉતરી જશે અને તમે હળવાશ અનુભવશો.

આ સાથે જ ઠંડા પાણીની મદદ પણ લઈ શકો છો, જ્યારે પગમાં ખઆલી ચઢી જાય ત્યારે ઠંડા પાણી વડે પગ ઘોઈલો, બને ત્યા સુધી પગ પર નળના ઠંડા પાણીની ઘાર પાડો જેથી કરીને તરત ખાલી ઉતરી જશે.

તમે બરફની મદદ પણ લઈ શકો છો, જો પગમાં ખૂબ ખાલી ચઢે તો બરફ તે જગ્યાએ ઘસો આમ કરવાથઈ તરત તમારા પગ હળવો થઈ જશે અને ખાલી ઉતરી જશે.

આ સાથે જ લેટી જાઓ અને આરામ કરીલો,  અને સુતા સુતા પગની હળવી કસરત કરવી, મીઠાના પાણીમાં પગ પલાળવા આમ કરવાથી પણ ખાલીમાં રાહત થઈ જાય છે.

આ સાથે જ તેલ વડે  માલિશ કરી શકો છો જેનાથઈ પણ તમને ઘણી રાહત થશે. પરંતુ જો પગ વારંવાર સુન્ન થઈ જાય અને લાંબા સમય સુધી રહે તો ડૉક્ટરનો સંપર્ક કરવો અનિવાર્ય છે.