Site icon Revoi.in

શિયાળામાં પહાડી વાતાવરણની મજા માણવી હોય તો જાણીલો આ કેટલીક અદ્ભૂત કુદરતના ખોળે રમતી જગ્યાઓ વિશે

Social Share

શિયાળામાં ફરવાની મજાજ કંઈક ઓર છે,ઠંડીમાં પહાડોની મુલાકાત લેવા ઈચ્છતા શોખીનો માટે મધ્ય પ્રદેશ પણ એક બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે.અહી પહાડોની વચ્ચે ફરવાની મજા બમણી બને છે,હા શિયાળામાં છંડીના કારણે ગરમ વસ્ત્રો સાથે રાખવા પડશે કારણ કે સામાન્ય કરતા ઠંડી થોડી વધે છે.આજે વાત કરીશું મધ્યપ્રદેશમાં આવેલા જાણીતા સ્ળોની જ્યા તમે 2 થી 3 દિવસ દરમિયાન ઘણુ ફરી શકો છો અને મજા કરી શકો છો.

પંચમઢીઃ-

સતપુડા પર્વતમાળાની રાણી તરીકે જાણીતું આ હિલ સ્ટેશન વીકએન્ડનો આનંદ માણવા માટે ખૂબ જ સુંદર સ્થળ છે. પંચમઢી એ મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાનો એક ભાગ છે. કારણ કે આ હિલ સ્ટેશન એટલી ઉંચાઈ પર છે કે અહીંથી દેખાતા નજારા દરેક પ્રવાસીનું મન મોહી લે છે. પચમઢીમાં ફરવા અને જોવા માટે ઘણા સ્થળો છે. આમાંની એક પાંડવ ગુફાઓ છે. અહીં પ્રિયદર્શિની વોટરફોલ પણ છે,

માંડુ ટેકરીઃ-

માંડુ હિલ્સ મધ્યપ્રદેશની અદ્ભુત સ્થાપત્ય અને પ્રાચીન ઈમારતોનું જીવંત ઉદાહરણ પણ છે. માંડુ હિલ્સ પશ્ચિમ મધ્ય પ્રદેશના માળવા ક્ષેત્રમાં જોવાલાયક સ્થળ છે. અહીં તળાવો અને ઝરણાંઓ તેમજ મહેલો છે. જો તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા માંગો છો, તો તમને માંડુ હિલ્સમાં એક સરસ વાતાવરણ જોવા મળશે. યુનેસ્કો દ્વારા સંચાલિત વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં માંડુ હિલ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

શિવપુરી હિલ્સઃ-

 સૌથી શાંત અને આરામદાયક સ્થળો પૈકીનું એક છે. આ હિલ સ્ટેશનમાં તમને એવું શાંત વાતાવરણ મળશે કે પક્ષીઓના કિલકિલાટ સાથે તમને તમારા મનનો અવાજ પણ સંભળાશે. શિવપુરી હિલ્સ સમુદ્ર સપાટીથી 478 મીટરની ઉંચાઈ પર છે. અહીં માધવ વિલાસ પેલેસ છે જેનો રાજસી ઠાઠ તમને મંત્રમુગ્ધ કરી દેશે