Site icon Revoi.in

કડકતી ઠંડીમાં શરીરને ગરમ રાખવા માંગતા હોવ તો આ હર્બલ ટી અજમાવો

Social Share

શિયાળામાં કડકડતી ઠંડીથી બચવા અને શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો કરવા માટે લોકો પોતાના આહારમાં અનેક ફેરફાર કરે છે. આપણે આપણા પીણામાં ‘હર્બલ ટી’નો સમાવેશ કરવો જોઈએ. જે શરીર માટે ખુબ જ ફાયદાકરક સાબિત થાય છે.
• આદુની ચા
આદુની ચા બનાવવા માટે સૌથી પહેલા આદુનો એક ટુકડો લો. તેને સારી રીતે ધોઈને પીસી લો. હવે એક કપ પાણી ઉકાળો અને તેમાં પીસેલું આદુ ઉમેરો. 5-10 મિનિટ ઉકળવા દો. છેલ્લે તેમાં લીંબુનો રસ અને મધ મિક્ષ કરીને પીવો. આદુમાં ગરમી વાળા ગુણ હોય છે. જે આપણ શરીરને અંદરથી ગરમ કરે છે, સાથે જ આમાં એંન્ટી-ઈંફ્લેમેટરી ગુણ ગુણ જોવા મળે છે. જે શરદી અને ઉધરસમાં રાહત આપે છે. ઠડી જગ્યાએ જતા પહેલા આદુની ચા પીવાથી શરીર ગરમ રાખવામાં મદદ મળે છે.
• તુલસી હર્બલ ચા
તુલસી ખૂબ જ ફાયદાકારક ઔષધી છે. આમા ખાસા એવા ગુણ જોવા મળે છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તુલસીના પત્તાથી બનાવેલી ચા કે ઉકાળો, શિયાળમાં ખાસ કરીને ખૂબ લાભદાયક હોય છે. તુલસીની ચા કે ઉકાળો પીવાથી બીમારીઓ થવાનો ભય ઓછો થઈ જાય છે. એટલા માટે શિયાળામાં દરરોજ તુલસીની ચા કે ઉકાળો પીવો ખૂબ જ ફાયદા કારક છે.
• જાયફળ હર્બલ ચા
જાયફળમાં વિવિધ પ્રકારના એંન્ટી ઓક્સીડેંન્ટ અને એંન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. આ આપણી ઈમ્યૂનિટીને મજબૂત કરે છે અને વાયરસ અને બેક્ટેરિયા થી લડવામાં મદદ કરે છે. સાથે જ જાયફળમાં શરીરમાં ગરમી લાવવાના ગુણ હોય છે. જે શરીરના અંદરના તાપમાનને બનાવી રાખવાનું કામ કરે છે.
• મુલેઠી ચા
મુલેઠી એક એવી ઔષધી છે જેનો ઉપયોગ આયુર્વેદમાં ઘણા પ્રકારની દવાઓ માટે થાય છે. મુલેઠી ના મૂળથી ઉકાળો કે ચા બનાઈને પીવાથી શિયાળમાં ઘણા પ્રકારના લાભ મળે છે. આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.