Site icon Revoi.in

વેલેન્ટાઈન ડે પર સુંદર દેખાવું છે, તો અત્યારથી તૈયારી કરી લો…

Social Share

14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનાને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. વેલેન્ટાઈન ડેના પહેલા 7 થી લઈને 13 ફેબ્રુઆરી સુધી અલગ-અલગ દિવસ આવે છે. પ્રેમી પંખીડા આ બધા દિવસોને ખાસ રીતે ઉજવે છે. વેલેન્ટાઈન ડેને ખાસ બનાવા માટે છોકરા-છોકરીઓ ગિફ્ટ ખરીદે છે. કપડા, એસેસરીઝ, ગ્રીટીંગ કાર્ડ વગેરે જેવી શોપિંગ કરે છે. જેથી એ દિવસે તેઓ શ્રેષ્ઠ દેખાય અને સામા વાળાના દિલમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થાય.
જો તમે વેલેન્ટાઈન ડે માટે ખાસ ડ્રેસ ખરીદવા માગો છો તો તમે ગુલાબી, લાલ, મરુન, પીળા કલરમાં વન પીસ ફુલ અથવા લેંન્થ ડ્રેસ ખરીદી શકો છો. વેસ્ટર્ન લુક અપનાવા માટે આવા ડ્રેસ શ્રેષ્ઠ રહેશે. તમે લોન્ગ ગાઉન પણ પહેરી શકો છો. ડ્રેસ, લોન્ગ ગાઉન, જીન્સ આ સિવાય, તમને સાદગી પસંદ છે તો તમે સૂટ પણ પહેરી શકો છો. ટ્રેન્ડી અને સ્ટાઈસિશ સૂટ તમને કોઈ પણ ડ્રેસિંગ સ્ટોર, મોલ અથવા ઓનલાઈન શોપિંગ સાઈટ્સથી ઓર્ડર કરી શકો છો.
વેસ્ટર્ન ડ્રેસ પહેરવાના છો તો તેના ઉપર પાતળો કે પહોળા સ્ટેપ વાળો પટ્ટો પણ સ્ટાઈલ કરી શકે છે. આ તમને ઓનલાઈન બ સ્ટાઈલિશ અને ઓછી કિંમતમાં મળી જશે. વન પીસ ડ્રેલ પર કોર્સેટ પટ્ટો ખૂબ સારો લાગે છે.
કોઈ પણ ફેશન જ્વેલરી વગર અધૂરી લાગે છે. તમે વેલેન્ટાઈન ડેના ખાસ મોકા પર ગળા માટે હાર્ટ શેપ વાળું પેન્ડેટ ખરીદીને સ્ટાઈલ કરી શકો છો. આ પ્રકારના ઈયરરિંગ પણ ખરીદીને પહેરી શકો છો. મોતી અથવા સ્ટોનનું નેકલેસ, વીંટી, કાનની વાળી, બ્લેક મેટલના ઝુમકા પણ ડ્રેસ પર મેચ કરીને પહેરી શકાય છે.
વાળ ખુલ્લા રાખવા માગો છો, તો તેના પર બો-હેયર પિન કેરી કરી શકો છો. આ ખૂબ જ ક્યૂટ લુક આપશે. આવી હેયર એસેસરીઝ માર્કેટમાં અથવા ઓનલાઈન શોપિંગ સ્ટોર પર ઘણી બધી ડિઝાઈનમાં તમને રીજનેબલ ભાવમાં મળી જશે.