Site icon Revoi.in

બીચ પર મોજ-મસ્તીની સાથે તમારે મંદિરોના પણ દર્શન કરવા છે તો ચેન્નાઈની લો મુલાકાત,અહીં છે ખુબ જ સુંદર જગ્યાઓ

Social Share

જો તમે એવી જગ્યા પર જવાનું વિચારી રહ્યા છો કે જ્યાં તમે ધાર્મિક સ્થળોની સાથે સુંદર નજારાનો આનંદ માણી શકો તો તમારે ચેન્નાઈની મુલાકાત લેવી જોઈએ.ચેન્નાઈ એક સમયે મદ્રાસ તરીકે જાણીતું હતું.ચેન્નાઈ એ દક્ષિણ ભારતના મુખ્ય પ્રવાસી આકર્ષણોમાંનું એક છે.લોકો હંમેશા આ શહેરની મુલાકાત લેવાનું ખૂબ પસંદ કરે છે.ચેન્નાઈ સમૃદ્ધ સાંસ્કૃતિક તેમજ સમૃદ્ધ આધુનિક જીવનશૈલી સાથે તેનો વારસો રજૂ કરે છે.જો તમે પણ ચેન્નાઈ જઈ રહ્યા છો, તો હવેથી અહીં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો વિશે જાણી લો.

મરિના બીચને ચેન્નાઈની લાઈફ કહેવામાં આવે છે. વાસ્તવમાં આ બીચ અહીંનું સૌથી મોટું પર્યટન સ્થળ છે.ખાસ વાત એ છે કે,આ બીચ લગભગ 30,000 પ્રવાસીઓ સાથે દેશનો સૌથી ભીડવાળો બીચ કહેવાય છે.મરિના બીચ લગભગ 13 કિલોમીટરના અંતરમાં ફેલાયેલો છે, તેનો નજારો આંખોમાં કેદ કરવો છે ખાસ.

ચેન્નાઈમાં જાઓ અને એમજી ફિલ્મ સિટીની મુલાકાત ન લો તો કંઈક અધૂરું લાગશે.એમજીફિલ્મ સિટીની સ્થાપના વર્ષ 1994માં કરવામાં આવી હતી અને તેનું સંચાલન તમિલનાડુ સરકાર દ્વારા કરવામાં આવે છે.આ ફિલ્મ સિટી એમજી રામચંદ્રનની યાદમાં બનાવવામાં આવી હતી. આ ફિલ્મ સિટી 70 એકર જમીનમાં ફેલાયેલી છે.

મારુન્ડેશ્વર મંદિર ચેન્નાઈનું એક સુંદર મંદિર છે.આ મંદિર ચેન્નાઈ નજીક તિરુવનમિયુરમાં આવેલું છે.મારુન્ડેશ્વર અથવા ઔશદેશ્વરના રૂપમાં આ મંદિર ભગવાન શિવનું છે.જો તમે ચેન્નાઈની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો તમારે આ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.કહેવાય છે કે અહીં દર્શન કરવાથી રોગો દૂર થાય છે.

કોલી હિલ્સ ચેન્નાઈનું એક પ્રખ્યાત પર્યટન સ્થળ પણ છે.તે તમિલનાડુના નામક્કલ જિલ્લામાં આવેલું છે.તે કોમર્શિયલ ટુરિઝમ સાથે જોડાયેલું નથી,પરંતુ તેમ છતાં લોકો અહીંની પ્રાકૃતિક સુંદરતાને પસંદ કરે છે. અહીંનો નજારો કેપ્ચર કરવો ખૂબ જ ખાસ છે.

કપાલેશ્વર મંદિર ચેન્નાઈના માયલાપુરમાં આવેલું છે.સુંદર કોતરણી રજૂ કરતું આ મંદિર ભગવાન શિવનું પવિત્ર મંદિર છે.આ મંદિર મૂળ પરાક્રમી પલ્લવો દ્વારા બનાવવામાં આવ્યું હતું.મુખ્યત્વે આ મંદિરમાં તમને તમિલ ધાર્મિક સંસ્કૃતિની ઝલક જોવા મળશે.