Site icon Revoi.in

શું તમારી આંખોનું તેજ ઘટી રહ્યું છે, તો હવે આંખોની સંભાળ રાખવાનો સમય આવી ગયો છે,આ રીતે રાખો કાળજી

Social Share

સામાન્ય રીતે આપણે આપણા આરોગ્યની ખાસ કાળજી લેતા હોઈએ છીએ જો કે આજના આઘુનિક યુગમાં મોબાઈલ અને લેપટોપ ટીવીનો ઉપયોગ ખૂબ વધ્યો છે જેની સીધેસીધી અસર આપણી આંખો પર પડી હી છે, જાણે અજાણ્યે આપણે અનેક રીતે આપણી આંખોને નુકશાન પહોંચાડી રહ્યો છે આવી સ્થિતિમાં દિવસ દરમિયાન છોડો સમય આંખોની સંભાળ માટે ફાળવવો જોઈએ.

આંખોની સંભાળ રાખવા કરો આટલું

 

આ રીતે કરો આંખ માટેની હળવી કસરત

– આંખોથી ઉપર જુઓ, નીચે જુઓ. માથું હલાવવાનું નથી. માત્ર આંખોની કીકી દ્વારા જ જોવાનું છે. આ પ્રક્રિયા આઠથી દસ વખત કરો,

– હવે આંખોની કીકીને ડાબે ઉપર અને જમણે નીચે, પછી જમણે નીચે અને ડાબે ઉપર તે પ્રમાણે ત્રાંસી આઠથી દસ વખત ચલાવો. ત્યારપછી આંખો બંધ કરીને થોડી  વાર આરામ કરો

– કાકડી અને બટાકા આંખો માટે ઘણાં સારા છે. બટાકા અથવા કાકડીના બે નાના ટૂકડાં કરી આંખ પર 10-15 મિનિટ સુધી રાખો. તેનાથી આંખોને બહુ આરામ મળે છે અને આંખોનો થાક દૂર થાય છે.આ સાથે જ જો વધારે આંખોની સમસ્યા હોય તો આંખના ડોક્ટરની મિલાકાત લેવી જોઈએ અને તે પ્રમાણે દવાો શરુ કરવી જોઈએ.