Site icon Revoi.in

શું તમારા આંગણની તુલસી કરમાવા લાગી છે, તો જાણીલો તેને ફલિત કરવા માટેની આ ટિપ્સ

Social Share

તુલસીનું ઘાર્મિક રીતે ખૂબ જ મહત્વ છે તેજ રીતે  સ્વાસ્થ્ય માટે પણ તુલસી ગુણકારી છે. ખાસ કરીને ઘરના આંગણમાં આ છોળ રોપવામાં આવે છે તેની પૂજા કરવામાં આવે છેતેથી લોકો આ છોડનું ખાસ ધ્યાન રાખે છે. જો કે તેમ છતાં ઘણી વખત તુલસીનો છોડ સુકાઈ જાય છે. જો તમારા ઘરમાં રાખવામાં આવેલો તુલસીનો છોડ પણ સુકાઈ ગયો હોય અથવા તે વારંવાર સુકાઈ જાય છે, તો આજે અમે તમને આ માટેની ટિપ્સ જણાવીશું

તુલસીના છોડની ધાર્મિક માન્યતાઓ છે, તેથી લોકો દરરોજ આ છોડને પાણી ચઢાવે છે. વધુ પાણી મળવાને કારણે ઘણી વખત તુલસીના વાસણમાં પાણી ભેગું થાય છે. આવી સ્થિતિમાં તેના મૂળ સડવા લાગે છે. તેને બચાવવા માટે, તમારે માટીને દર બે દિવસે ખોદવી જોઈએ.

 તમે તુલસીમાં છાણીયું ખાતર નાખી શકો છો જેના કારણે તુલસી કરમાઈ ગઈ હશે તો પણ ખીલી જશે,લોકો ચા માટે પણ તુલસીના પાનનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, લોકો દરરોજ છોડના ઘણા પાંદડા તોડી નાખે છે, જેના કારણે તુલસીનો છોડ સૂકવવા લાગે છે. છોડને સૂકવવાથી બચાવવા માટે તમારે તેના પાંદડા ન તોડવા જોઈએ.

 તુલસીના છોડનું ધાર્મિક મહત્વ છે, તેથી લોકો તેની પૂજા કરે છે, લોકો તેની પાસે દીવા કે અગરબત્તી પ્રગટાવે છે. આવી સ્થિતિમાં પણ આ છોડ સુકાવા લાગે છે. તુલસીનો છોડ રોપતી વખતે તેમાં લીમડાનો પાવડર મિક્સ કરવો જોઈએ. આમ કરવાથી છોડ પર ઝડપથી પાંદડા આવી જાય છે.

 તુલસીના છોડના મૂળને સડવાથી બચાવવા માટે, તમારે તેની માટીને વારે ઘડીએ ખોદીને ફેરવતા રહેવું જોઈએ. આ માટે તમે  કુંડા કે જમીન પર સૂકી માટી અથવા રેતીનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તુલસીના છોડને પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન મળવા લાગશે અને તે ફરીથી ખીલી ઉઠશે.