Site icon Revoi.in

IIFA એવોર્ડ 2022માં વિકી કૌશલ અને કૃતિ સનેન ચમક્યા – બેસ્ટ એક્ટર-એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો

Social Share

દિલ્હીઃ- 2 જૂનથી શરૂ થયેલા  IIFA એવોર્ડ 2022નો આજે છેલ્લો દિવસ છે. અબુ ધાબીના યસ આઇલેન્ડ ખાતે આયોજિત IIFAની 22મી આવૃત્તિમાં મનોરંજન જગતના કેટલાક કલાકારો ભાગ લઇ રહ્યા છે.અનેક સિતારાઓ અહી પહોચ્યા હતા.

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને પણ IIFA 2022 દરમિયાન પોતાનું પરફોર્મન્સ આપીને ઓડિયન્સના દિલ જીતવામાં સફલ રહ્યો હતો. આ દરમિયાન અભિનેત્રી ઐશ્વર્યા રાય અને તેની પુત્રી આરાધ્યા અભિનેતાને પ્રોત્સાહિત કરતી જોવા મળી હતી. 

જો આઈફા એવોર્ડ 2022માંમ બેસ્ટ એક્ટરના ખઇતાબની વાત કરવામાં આવે તો આ ખિતામ વિકી કોશલે જીત્યો છે,ત્યારે બીજી તરફ બેસ્ટ એક્ટ્રેસ તરીકે કૃતિ સનેનને એવોર્ડ મળ્યો છે.કૃતિને આ એવોર્ તેમની ફિલ્મ મીમમી માટે આપવામાં આવ્યો છે

અભિનેતા વિકી કૌશલે તેની ફિલ્મ સરદાર ઉધમ માટે આ વર્ષનો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો. આ એવોર્ડ તેમને અભિનેત્રી તમન્ના ભાટિયા દ્વારા આપવામાં આવ્યો હતો. તેણે આ એવોર્ડ દિવંગત અભિનેતા ઈરફાન ખાનને સમર્પિત કર્યો, જેઓ મૂળ ભૂમિકા ભજવવાના હતા.

સપોટીવ બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસ

અભિનેત્રી સાઈ તામ્હાંકરે ફિલ્મ મીમી માટે સહાયક ભૂમિકા (સ્ત્રી) માં પર્ફોર્મન્સનો ખિતાબ જીત્યો હતો. જેનેલિયા દેશમુખ, અર્જુન રામપાલ અને હર્ષ જૈન એવોર્ડ આપવા માટે સ્ટેજ પર આવ્યા હતા.સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ (પુરુષ)નો એવોર્ડ ફિલ્મ લુડો માટે શ્રેષ્ઠ અભિનેતા પંકજ ત્રિપાઠીએ જીત્યો હતો. કૃતિ સેનન અને નરેન્દ્ર કેસરને એવોર્ડ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા.