Site icon Revoi.in

પુત્રના કર્યા પિતાને ભોગવવા પડ્યા- Byju’s એ શાહરુખ ખાનની જાહેરાતો પર લગાવી રોક, થશે કરોડોનું નુકશાન

Social Share

મુંબઈઃઃ- છેલ્લા થોડા સમયથી આર્યન ડ્રગ્સ ખૂબ ચર્ચામાં છે, વિતેલા દિવસે તેને જામીન ન મળતા તેણે જેલમાં જ રહેવું પડશે, ડ્રગ્સના આરોપમાં પકડાયેલા આર્યન ખાનના પિતા શાહરુખ ખાનને પુત્રના કારણે મોટો આંચકો લાગ્યો છે.ઉલ્લેખનીય છે કે  બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન દેશની સૌથી મૂલ્યવાન એજ્યુકેશન-ટેકનોલોજી કંપની બાયજુના બ્રાન્ડ એમ્બેસેડર છે. હવે તેનો પુત્ર આર્યન ખાન ન્યાયિક કસ્ટડીમાં ગયા બાદ, બાયજુસ એ શાહરૂખ ખાનની તમામ જાહેરાતો બંધ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાયજુએ એડવાન્સ બુકિંગ હોવા છતાં તેમની તમામ જાહેરાતો બંધ કરી દીધી છે.

બાયજૂસ સહીતની કંપનીઓમો મોટો ચહેરો છે શાહરુખ ખાન

બાયસજુ કિંગ ખાનની સૌથી મોટી સ્પોન્સરશીપ ડિલ્સનો એક મોટો ઙાગ છે.તે હ્યુન્ડાઇ, એલજી, દુબઇ ટૂરિઝમ, આઇસીઆઇસીઆઇ બેંક અને રિલાયન્સ જિયો જેવી ઘણી કંપનીઓનો મોટો  ચહેરો પણ છે. શક્યતાઓ છે કે શાહરુખખાનને મોટૂ નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે.

આ સાથે જ બીજા એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે બાયજુસની બ્રાન્ડને સમર્થન આપવા માટે શાહરૂખ ખાનને વાર્ષિક ત્રણથી ચાર કરોડ રૂપિયા ચૂકવે છે. અભિનેતા 2017 થી આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે.તો આ જાહેરાતો પર બેન લાગવાથી એસઆરકેને કરોડોનું નુકશાન થઈ શકે છે.

સોશિયલ મીડિયા પર કિંગખાન થઈ રહ્યા છે ટ્રોલ

લોકો બાયજૂસ પર સવાલ ઉઠાવી રહ્યા છે, તેઓ પૂછી રહ્યા છે કે એસઆરકેને બ્રાંડ એમ્બેસેડર બનાવીને કંપની શું મેસેજ આપવા માંગે છે. લોકોએ પૂછ્યું કે શું શાહરુખ તેના પુત્રને આ શીખવી રહ્યો છે? એક ટ્વિટર યુઝરે લખ્યું કે, ‘રેવ પાર્ટી કેવી રીતે કરવી? બાયજુસના ઓનલાઈન વર્ગમાં નવો અભ્યાસક્રમ ઉમેરવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયે બાયજુસએ 300 મિલિયન ડોલરનું રિફંડ એકત્ર કર્યું છે. આ પછી, કંપનીની વેલ્યૂએશન  18 અરબ ડોલર એટલે કે 1,342.10 અરબ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે છેલ્લા ફંડિગ રાઉન્ડ પછી વર્ષની શરૂઆતમાં બાયજુસની વેલ્યૂ 16.5 અરબ ડોલર હતી.