Site icon Revoi.in

મણીપુર હિંસાની અસર એર ટિકિટના ભાડા પર , ઈમ્ફાલથી કોલકાતાનો ટિકિટ દર 20 હજારે પહોચ્યોં

Social Share

ઇમ્ફાલ કોલકાતા એર ટિકિટની કિંમત મણિપુર હિંસાની અસર અન્ય વસ્તુઓ પર પણ દેખાઈ રહી છે. હિંસાને કારણે ફ્લાઈટની ટિકિટ પણ મોંઘી થઈ ગઈ છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઇમ્ફાલ-કોલકાતા રૂટ પર એર ટિકિટ લગભગ 5-6 ગણી વધીને 20,000 રૂપિયા થઈ ગઈ છે.

હિંસાની અસર  ઈમ્ફાલ કોલકાતા એર ટિકિટની કિંમત મણિપુર હિંસાની અસર અન્ય વસ્તુઓ પર પણ દેખાઈ રહી છે. હિંસાને કારણે ફ્લાઈટની ટિકિટ પણ મોંઘી થઈ ગઈ છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઇમ્ફાલ-કોલકાતા રૂટ પર એર ટિકિટ લગભગ 5-6 ગણી વધીને 20,000 રૂપિયા થઈ ગઈ છે.

ઈન્ડિયન એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સ, પશ્ચિમ બંગાળ ચેપ્ટરના પ્રમુખ દેબજીત દત્તાએ જણાવ્યું હતું કે મણિપુરમાં પરિસ્થિતિ હાલ તંગ જોવા મળી રહી છે અને લોકો ઇમ્ફાલ છોડીને કોલકાતા અને તેમના વતન તરફ સ્થારંતરણ કરી રહ્યા છે. આ તંગ પરિસ્થિતિમાં એર ટિકિટની પણ મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેના માટે લોકોએ વધારે ભાડું ચૂકવવું પડે છે.

જાણકારી અનુસાર મણિપુરમાં સ્થિતિ સુધરવામાં સમય લાગી શકે છે. જો કે આગામી દિવસોમાં પણ સ્થિતિ એવી જ રહે તેવી શક્યતા છે. ઇમ્ફાલથી કોલકાતાની ફ્લાઇટના સંદર્ભમાં, એર ઇન્ડિયા દરરોજ સવારે એક ફ્લાઇટનુ સંચાલન થઈ રહ્યું છે. જ્યારે, ઈન્ડિગો ઈમ્ફાલથી કોલકાતાની કનેક્ટેડ અને ડાયરેક્ટ ફ્લાઈટ્સ સહિત ચાર ફ્લાઈટ્સનું સંચાલન કરી રહી છે.

કેટલો દર વધ્યો

ઈમ્ફાલથી કોલકાતાનું એર ઇન્ડિયાનું ભાડું મંગળવારે બિઝનેસ ક્લાસ માટે રૂ. 17,000 અને ઇકોનોમી ક્લાસ માટે રૂ. 14,000 છે. તેમણે એ પણ જણાવ્યું કે એર એશિયાની 15 મેથી ફ્લાઈટ છે, જેનું ભાડું 4,000 રૂપિયા છે. બીજી બાજુ, 10 મેના રોજ, ઇન્ડિગોની ઇમ્ફાલથી કોલકાતાની સીધી ફ્લાઇટનો ખર્ચ 11,000 રૂપિયા અને કનેક્ટેડ ફ્લાઇટનો ખર્ચ વ્યક્તિ દીઠ 20,000 રૂપિયા હશે.

Exit mobile version