મણિપુર હિંસા: ઇમ્ફાલમાં વિદ્યાર્થીઓની હત્યા સામે વિરોધ પ્રદર્શન યથાવત,આખા રાજ્યને “અશાંત ક્ષેત્ર” તરીકે જાહેર કરાયું
ઇમ્ફાલ: મણિપુરમાં ફરી એકવાર હિંસક ઘટનાઓ શરૂ થઈ છે. સરકારે બુધવારે પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યને “અશાંત ક્ષેત્ર” તરીકે જાહેર કર્યું છે. વિગતો અનુસાર, 19 વિશિષ્ઠ પોલીસ સ્ટેશન વિસ્તારોને બાદ કરતા સમગ્ર રાજ્યને આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) હેઠળ “અશાંત ક્ષેત્ર” જાહેર કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ, સત્તાવાળાઓનું માનવું […]