Site icon Revoi.in

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય –   22 એપ્રિલથી ઉદ્યોગોને ઓક્સિજન સપ્લાય ન કરવાના આદેશ આપ્યા , 9 ઉદ્યોગોને અપાઈ છૂટ

Social Share

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના કારણે ગંભીર દર્દીઓને ઓક્સિજન પુરુ પાડવામાં અછત વર્તાી રહી છે ત્યારે હવે કેન્દ્ર સરકારે રવિવારના રોજ અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 22 એપ્રિલથી ઉદ્યોગોને ઓક્સિજન સપ્લાય ન કરવાના આદેશ આપ્યા છે.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્રમાં લખ્યું છે કે , કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તબીબી ઘોરણે ઓક્સિજનની માંગ વધી રહી છે.ખાસ કરીને સંક્રમણથી વધુ અસરગ્રસ્ત રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત,મધ્ય પ્રદેશ,દિલ્હી, હરિયાણા,પંજાબ અને રાજસ્થાનને હાલ ઓક્સિજનની પુરતા પ્રમાણમાં જરુર છે.

ઉદ્યોગો માટે ઓક્સિજનની સપ્લાયનો ઉપયોગ હવે સારવારમાં અને જીવન બચાવવા માટે થવો જોઈએ. આવી સ્થિતિમાં, જૂથ -2 એ આગામી ઓર્ડર સુધી 22 એપ્રિલથી ઉદ્યોગોના ઉપયોગ માટે ઉત્પાદકો અને સપ્લાયર્સને ઓક્સિજનનો પુરવઠો બંધ કરવાની ભલામણ કરી છે, જો કે આ મામલે ખાસ સરકારે માત્ર નવ વિશેષ ઉદ્યોગોને આ બાબતમાં બાકાત રાખ્યા છે, આ મામલે દરેક  મુખ્ય સચિવોએ તેમના સંબંધિત પ્રદેશોમાં આ હુકમની ખાતરી કરવી પડશે.

સરકાર દ્રારા ઓક્સિજનની સપ્લાય પ્રતંબિધમાંથી બાકાત કરવામાં આવેલા 9 ઉદ્યોગોમાં, દવાની બોટલ , ફાર્માસ્યૂટિકલ, પ્રેટોલિયમ રિફાઈનરી, સ્ટીલ કંપની, પરમાણું ઊર્જા ઉદ્યોગ, ઓક્સિજન સિલીનિડર ઉત્પાદન કંપની,ક્રેક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ખાદ્ય તેમજ પાણી શુદ્ધીકરણ અને પ્રસંસ્કૃત ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સાહિન-